17 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ સહિત હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલાં સાધુ-સંતો પણ જગન્નાથજી રથયાત્રામાં જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
આજે (27 જૂન) અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રાનું ઈખએ પહિંદવિધિ કરી પ્રસ્થાન કરાવ્યું. સાથે જ પ્રથમવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. રથયાત્રાને લઇને આજે સવારના 4 વાગ્યાથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મંગળા આરતી સાથે આજના રથયાત્રાના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગળા આરતી કરી હતી. આ સાથે મંદિર ખાતે હાજર સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા.
આજની રથયાત્રામાં 17 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાયા છે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા છે.
રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે એક હાથી બેકાબૂ થતાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતાં 108 મારફતે સારવારમાં ખસેડવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ 17 હાથીમાંથી 3 હાથીને રથયાત્રામાંથી દુર કરવામાં આવ્યાં હતા. હાલ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે.
ભગવાન જગદીશ અને બહેન સુભદ્રાજીના બંને રથ સરસપુર ચાર રસ્તા પાસે પહોંચ્યા છે. ભગવાનને અહીંયા ભોગ ધરાવવામાં આવશે. આ પહેલાં બલરામના રથમાં ખામી સર્જાઈ છે સ્ક્રૂ બદલી નવું પૈડું લગાવ્યું હતું.જેથી રથ પાછળ રહી ગયો હતો.