ફૂડ વિભાગે લીધેલા ખાદ્યપદાર્થના 4 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર: રૂા. 21,05,000નો દંડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજે ફૂડ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યા હતાં. જેમાં જલારામ નમકીમાંથી 140 કિલો બિનઆરોગ્યપ્રદ પેટીસનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ એક જૂના કેસમાં ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા 4 નમૂના ફેઇલ જાહેર થતાં અધિક કલેકટર દ્વારા 21,05,000નો હુકમ કરવામાં આવ્યો છે.
પવિત્ર શ્રાવણ માસ તથા વ્રતના તહેવારોને અનુલક્ષીને ફરાળી ચીજવસ્તુઓનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોય ફૂડ વિભાગ દ્વારા ફરાળી લોટ, ફરાળી વાનગીઓ વગેરેના ઉત્પાદક- વિક્રેતાઓની કુલ 18 પેઢીઓમાં સઘન સર્વેલન્સ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું જે અન્વયે શ્રાવણની શરૂઆતમાં ફરાળી તુલસી બાગ સામે, ગુણાતીત મેઈન રોડ આવેલા જલારામ નમકીન પેઢીની તપાસ કરતાં અનહાઈજેનિક કંડીશનમાં ફરાળી પેટીસનું ઉત્પાદન થતું જોવા મળેલ તેમજ પેટીસનો જથ્થો બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં રાખેલુ હોવાનુ માલુમ પડતાં આશરે પેટીસનો કુલ મળી 140 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરાયો તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કંડીશન જાળવવા બાબતે નોટીસ આપેલી તેમજ ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ ફરાળી પેટીસનો નમૂનો લેવામાં આવ્યો હતો.
દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દેવપુષ્પ મેડિકલ સ્ટોર, રૈયા રોડ મુકામેથી ALKEM A TO Z NS+ NUTRACEUTICAL TABLET 15 N PACKનો નમૂનો પૃથ્થકરણ રિપોર્ટમાં લેબલ પર વિગતોમાં ફૂડ એડીટિવ્ઝને લગત ડીકલેરેશનમાં SPECIFIC NAME OR RECOGNIZED INTERNATIONAL NUMBERING SYSTEM FOR SYNTHETIC FOOD COLOUR (CARMOISINE) દર્શાવેલ ન હોય નમૂનો મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયો છે. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર રાજકોટ નમૂનો આપનાર એફબીઓ તથા પેઢીના પાર્ટનર પ્રજ્ઞેશભાઈ જયંતીલાલ સુચક નમૂનો આપનાર પેઢીના પાર્ટનર પ્રણવભાઈ ધીરજલાલ ઉનડકટ નમૂનો આપનાર રીટેલર હોલસેલર પેઢી દેવપુષ્પ મેડિકલ સ્ટોર ડિસ્ટ્રિબ્યુટર પેઢીના માલીક અનિમેષ મહેશભાઈ દેસાઈ હોલસેલર પેઢીના નોમિની નરેન્દ્રભાઈ અમૃતલાલ પંચાલ ઉત્પાદક પેઢીના નોમિની રવિન્દર ચકિલમ તથા ઉત્પાદક અને હોલસેલર પેઢી અલ્કેમ લેબોરેટરી લી. તમામને મળીને કુલ રૂા. 9,40,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
- Advertisement -
વધુમાં પેટસન ફાર્મા, અરિહંત એપાર્ટમેન્ટ 16 પંચનાથ પ્લોટ પાસે DIETARY SUPPLEMENT TABLETS 15 N PACKનો નમૂનો પૃથ્થકરણ રિપોર્ટમાં વિટામીન-સીની માત્રા લેબલ પર દર્શાવેલી વિગતો કરતાં ઓછી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ તેમજ લેબલ પર ઉપયોગ કરેલા ફૂડ એડીટીવ્ઝની વિગત દર્શાવેલી ન હોય નમૂનો મિસબ્રાન્ડેડ જાહેર થયો, જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર રાજકોટ નમૂનો આપનાર એફબીઓ- દીપકકુમાર કેશુભાઈ પાંભર, નમૂનો આપનાર પેઢીના માલીક નવનીતભાઈ કેશુભાઈ પાંભર, સ્ટોકિસ્ટ પેઢીના માલિક જીગ્નેશકુમાર કિશોરચંદ્ર શાહ, સુપર સ્ટોકિસ્ટ પેઢીના નોમિની રાકેશ મંડન, પ્રો-બાયોટેક સુપર સ્ટોકિસ્ટ પેઢી, ઉત્પાદક પેઢીના નોમિની સોની ધર્મેશ કિરીટકુમાર તથા ઉત્પાદક પેઢી ખઅડ ગઊઞઝછઅઈઊઞઝઈંઈઅકજ તમામને મળીને કુલ રૂા. 6,45,000ના દંડનો હુકમ કરવામાં આવેલો છે તેમજ વોલ્ગા કોર્પોરેશન, પરાબજાર, દાણાપીઠથી નયનદીપ પ્યોર ઘીનો નમૂનો રીએનાલિસિસ રિપોર્ટમાં ફોરેન ફેટની હાજરી મળી આવતા નમૂન સબસ્ટાન્ડર્ડ જાહેર થયો, જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર રાજકોટ નમૂનો આપનાર એફબીઓ પેઢીના ભાગીદાર તથા નોમિની ભુવનેશ દીપકભાઈ ચંદ્રાણી તથા ઉત્પાદક, પેકર્સ, માર્કેટર, હોલસેલર, રિટેઈલર-પેઢી વોલ્ગા કોર્પોરેશનને મળી કુલ રૂા. 5,00,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે તથા નંદનવન ડેરી ફાર્મ દુકાન નં. 3, ગોકુલપાર્ક, રણુજા મંદિર પાસે, કોઠારીયા રોડ, મેથી મિક્સ મિલ્ક લુઝનો નમૂનો પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલો, નમૂનો આપનાર એફબીઓ તથા પેઢીના સંચાલક ભરતભાઈ મનુભાઈ ભુવા, રિટેલર પેઢીના માલીક પરવાનેદાર- પ્રતીકભાઈ વિનુભાઈ વસાણીને મળી કુલ રૂા. 20,000નો દંડનો હુકમ કરવામાં આવેલો છે.