જુદા-જુદા વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધરાયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના છઝઘ તંત્રએ આજે સવારે અચાનક જ સ્કૂલ વાહનો ઉપર તવાઈ બોલાવી હતી અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડતી, પરમીટ ભંગ સહિતનાં કિસ્સાઓમાં 14 સ્કૂલ વાનધારકોને 60 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લા ઇન્ચાર્જ છઝઘ અધિકારી કે.એસ.ખપેડની સૂચના અનુસાર છઝઘ સ્ટાફની જુદી-જુદી ટીમો દ્વારા આજે સવારે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સ્કૂલ વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. આ ચેકીંગ દરમિયાન સ્કૂલ વાહનોમાં મંજૂરી કરતા વધુ બાળકો બેસાડવા બદલ પરમીટ ભંગ, પી.યુ.સી., ઈન્સ્યોરન્સ અને સીટબેલ્ટ અંગેના કેસો કરવામાં ₹ આવ્યા હતા.
આ અંગે જિલ્લા ઇન્ચાર્જ છઝઘ અધિકારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે સવારમાં છઝઘની ટીમોએ યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, અને 150 ફુટ રીંગ રોડ ઉપર જુદી-જુદી સ્કૂલોની આસપાસ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યુ હતું. આ ચેકિંગ દરમિયાન વાહનમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડવા બદલ, પરમીટ ભંગના તથા પીયુસી ઈન્સ્યોરન્સી અને સીટબેલ્ટ અંગેના કુલ-14 કેસો સ્કૂલવાન ધારકો સામે કરવામાં આવેલ હતા અને દંડ પેટે રૂ.60,000ની વસૂલાત સ્કૂલવાહન ચાલકો પાસેથી કરવામાં આવી હતી.
ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડતી 14 સ્કૂલ વાનને દંડ



