લીલી સાજડીયાળીની આલાસર ગામના સીમ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો
બે શખ્સોની 28 લાખના મુદામાલ સાથે ધરપકડ: પાંચની હજુ શોધખોળ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.05
લોકસભા ચૂંટણી અંતર્ગત દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ડીસીબીની ટીમે બાતમી આધારે લીલી સાજડીયાળીની આલાસર ગામના સિમ વિસ્તારમાં દરોડો પાડી ઘઉની બોરીની આડમાં લાવેલો અને કટિંગ થાય તે પૂર્વે જ દરોડો પાડી 14 લાખના દારૂ બીયર સાથે બે શખ્સોને દબોચી લઈ દારૂ, વાહન સહિત 28 લાખનો મુદામાલ કબજે કરી 5ની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીએસઆઈ ધવલ સાકરીયાને ચોક્કસ બાતમી મળી હતી કે લીલી સાજડીયાળીની આલાસર ગામના સિમ વિસ્તારમાં ઘઉંના જથ્થાની આડમાં દારૂ બીયરનાં જથ્થાનું કટિંગ થઇ રહ્યું છે આ ચોક્કસ બાતમી મળતા સ્થળ પર રેડ કરતા ગેરકાયદે દારૂ બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રેડ કરતા સ્થળ પરથી જુદી જુદી બ્રાન્ડનો 4068 બોટલ દારૂ અને 240 બીયરના ટીન મળી આવતા કુલ 14.14 લાખનો દારૂ બિયરનો જથ્થો તેમજ 12.25 લાખ કિંમતના 3 વાહનો તેમજ 1.41 લાખ કિંમતના 90 બાચકા ઘઉંના મળી કુલ 27.97 લાખનો મુદામાલ કબ્જે કરી આ જ ગામના પરષોત્તમ પરબતભાઇ મકવાણા અને પ્રકાશ દયાભાઈ રાઠોડની ધરપકડ કરી હતી પ્રાથમિક પૂછતાછમાં આ દારૂનો જથ્થો મંગાવનાર તરીકે લાખા સંગ્રામ ઘીયડનું નામ ખૂલતાં તે સૂત્રધાર સહિત 5 શખસોની શોધખોળ હાથ ધરી છે.