RMCના આરોગ્ય શાખાએ અમૂલ સર્કલથી હુંડાઈ શૉરૂમ અને જામનગર રોડ પર ચેકિંગ કર્યું
રૈયા ચોકડી પાસેના લા પિનોઝ પિઝાને સ્વચ્છતા જાળવવા મુદ્દે નોટિસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અમૂલ સર્કલથી હુંડાઇ શો-રૂમ તથા જામનગર રોડ નાગેશ્ર્વર વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 38 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી. જેમાં 23 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી તેમજ ખાદ્યચીજોના કુલ 23 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નાના મવા રોડ, રાજકોટ મુકામે આવેલ ‘રઘુરાઈ ફૂડ ઝોન’ પેઢીની તપાસ કરતાં સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય એક્સપાયરી વીતી ગયેલ સોસ, સીઝનિંગ, ટોર્ટિલા તથા બ્રેડનો અંદાજિત 14 કિ.ગ્રા. જથ્થો મળી આવતાં સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે તથા લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વેસ્ટ ગેટ, રૈયા ચોક પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ મુકામે આવેલ ‘લાપીનોઝ પીઝા’ પેઢીની તપાસ કરતા પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
- Advertisement -
લાયસન્સ મેળવવા માટે જય અંબે લીંબુ સોડા, જય મહાદેવ પૂરી શાક, સત્યમ ફરસાણ, રાધેશ્યામ ડેરી ફાર્મ, ગંગા ચાઇનીઝ પંજાબી, બહુચર પાન, ખોડિયાર નાસ્તા સેન્ટર, રાજ વડાપાઉં, ખેતલાઆપા પાન કોલ્ડ્રિંક્સ, સંતોષ પાન કોલ્ડ્રિંક્સ, બોમ્બે વડાપાઉં, ધોરજીવાળા ભૂંગળા બટેટા, રાજ દાળ પકવાન, ગાયત્રી ડેરી, જય અંબે ફૂડ ઝોન, મહાવીર પ્રોવિઝન સ્ટોર, કેવલમ ખમણ, ગુરુકૃપા કોલ્ડ્રિંક્સ, ખોડિયાર પાન કોલ્ડ્રિંક્સ, આનંદ પ્રોવિઝન સ્ટોર, મહાદેવ નમકીન, મહાદેવ પ્રોવિઝન સ્ટોરને સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત મિશ્રા છોલે ભટુરે, જયશ્રી ચામુંડા પાન, ઓમ સાંઇ પાન કોલ્ડ્રિંક્સ, ડિલક્સ પાન, શક્તિ ટી સ્ટોલ, જયશ્રી આશાપુરા સુપર માર્ટ, માહિ કંપની પાર્લર, રાજ જનરલ સ્ટોર, રાજ આઇસ્ક્રીમ, મારુતિ કોલ્ડ્રિંક્સ, કેવલ ફરસાણ, બાલાજી પાન કોલ્ડ્રિંક્સ, કે.કે. સુપર માર્ટ, સનસાઇઝ સુપર માર્ટ, લાઈફ કેર ફાર્મસીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી.



