અજેન્દ્ર ડેરી ફાર્મ, રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટ, રાધે કેટરર્સ, આર્યમાન ગૌ શાળા, રાજપરા દૂધ ઉત્પાદક મંડળી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતું હતું
ગાંધીગ્રામમાં આવેલા હિરવા હેલ્થ કેર હેલ્થ માટેની બનાવતી ટેબલેટમાં ઇ12નું ક્ધટેન્ટ બીજું હોવાનું સામે આવતા રૂ. 42,000નો દંડ ફટકારવામાં આવ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના એડિશનલ કલેકટરની કોર્ટમાં ખાણીપીણી, ઘી, હેલ્થ કેર અને મુખવાસ સહિતના 14 ધંધાર્થીઓને રૂ. 2.79 લાખનો દંડ સંભળાવવામાં આવેલો છે. આ વેપારીઓ દ્વારા ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવતા હતા. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ચેકિંગ દરમિયાન આ તમામ ધંધાર્થીઓને ત્યાંથી અખાદ્ય અને લોકોના આરોગ્યને નુકસાન કરતી ચીજ વસ્તુઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમની સામે એજયુડીકેશન હેઠળ કાર્યવાહી સ્વરૂપે રાજકોટના એડિસનલ કલેકટર ન કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી અને આ દરમિયાન આકરો દંડ ફટકારવામાં આવેલો છે. રાજકોટના સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલ અજેન્દ્ર ડેરી ફાર્મમાંથી લૂઝ પનીરનો નમૂના ફેલ જતા રૂ.1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જસદણના લીલાપુરમાં આવેલ અતુર એગ્રી લિમિટેડના ડબલ ફિલ્ટર તેલના નમુના ફેલ જતા રૂ. 28,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ખોડીયાર ડેરી ફાર્મ એન્ડ નમકીનમાંથી મિક્સ દૂધ મળી આવતા રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
ગાંધીગ્રામમાં આવેલ હિરવા હેલ્થ કેર હેલ્થ માટેની બનાવતી ટેબલેટમાં ઇ12નું ક્ધટેન્ટ બીજું હોવાનું સામે આવતા રૂ. 42,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
જ્યારે 150 ફૂટ રીંગ રોડ પર આવેલ રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટને મંચુરિયનમાં ભેળસેળ કરવા બદલ રૂ. 20,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત રાધે કેટરર્સને પેટીસમાં મકાઈના લોટની ભેળસેળ કરવા બદલ રૂ. 10,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ પ્રકાશ સ્ટોર્સને મુખવાસમાં ભેળસેળ કરવા બદલ રૂ. 14,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે બજરંગ ડેરી ફાર્મના ઘીના નમુના ફેલ જતા રૂ. 10, 000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
- Advertisement -
આર્યમાન ગીર ગૌશાળાના ઘીના નમૂના ફેલ જતા રૂ. 10,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.જામકંડોરણાની રાજપરા દૂધ ઉત્પાદક કરતી સહકારી મંડળીને રૂ. 5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. પરેશ લીલાધર મોડીયાના ઘી નમુના ફેલ જતા રૂ. 15000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર રસ્તાઓ ઉપર બેસી ઘી વેચતાહરુબેન રાજસુરભાઈ ખીમાણી, રાણીબેન ખીમાભાઈ ચારણ અને વેરસિંગ રાયમલ પાઢકાના ઘી ના નમૂના ફેઇલ જતા તેમને 5,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.