ભાવનગરમાં 5, રાજકોટમાં 3, લખતરમાં 2, માંગરોળ, વાંકાનેર, ટંકારા ને વડોદરામાં 1-1 ઘટના
ખાસ-ખબર સંવાદદાતા
લખતર, માંગરોળ, વાંકાનેર, ટંકારા, વડોદરા ભાવનગર, રાજકોટ, લખતર, માંગરોળ, વાંકાનેર, ટંકારા અને વડોદરામાં દિવાળીના તહેવારમાં જ હૃદય બંધ પડી જવાથી મૃત્યુના 14 બનાવ બન્યા હતા. સુરતના માંગરોળ તાલુકાના ઇસનપુર ગામના સામાજિક કાર્યકર ભૂપેન્દ્રભાઈ ચૌધરીના ધો. 10માં ભણતા 15 વર્ષીય પુત્ર હેનીલનું હાર્ટ એટેક આવતાં મૃત્યુ થયું હતું. રાજકોટના પડધરીના ખોડાપીપર ગામે રહેતા ભાનુબહેન ગરસોંડિયા (60) બેસતા વર્ષના દિવસે જ બેભાન થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયાં હતાં પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. આજી ડેમ ચોકડી પાસે રહેત પરેશ ભનુભાઈ ભટ્ટી (32)નું ભાઈબીજના દિવસે હૃદય બંધ પડી ગયું હતું. કોઠારિયા રોડ પરના વિજયનગરમાં રહેતા હિતેષભાઈ કાકડિયા (45)એ ત્રીજના દિવસે હાર્ટફેલ થતાં દમ તોડ્યો હતો. લખતર તાલુકાના ભાલાળા ગામના 60 વર્ષના ધીરૂભાઈ વસ્તાણી જ્યારે નૂતન વર્ષના દિવસે ડેરવાળા ગામના નિરૂભા રાણાનું હાર્ટફેલ થઈ ગયું હતું. ટંકારા તાલુકાના નાના રામપરમાં માંડવામાં ધૂણતા ભૂવા મોહનભાઈ પરબતભાઈ બોસિયા (55)નું હૃદય બંધ પડી જતાં મૃત્યુ પામ્યા હતા. મૃતક ભૂવા મોરબીના ખારચીયા ગામેથી આવ્યા હતા.
વાંકાનેરના હસનપર ગામના શૈલેશ દાદરેચા (28)નું મેલડી માતાજીના મંદિર પાસે હાર્ટ એટેક આવતાં મૃત્યુ નીપજ્યું હતું.વડોદરાના હાથી ખાનામાં અનાજના દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા અનિલ કુમાર ઠક્કર ગુરુવારે સવારે ટૂ વ્હીલર ઉપર બ્લડ પ્રેશરની દવા લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. સોસાયટીની બહાર જ ચક્કર આવતાં દવાખાને લઈ જવાયા હતા જોકે તેમનું મોત નિપજ્યું હતું બનાવ અંગે માજલપુર પોલીસ દ્વારા મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
હૈદરાબાદના ગુરૂકુળ ધો. 10માં અભ્યાસ કરતા રાજકોટના વધુ એક કિશોરનું હાર્ટએટેકથી મોત
યુવક દિવાળીના તહેવાર માટે માતા-પિતાના ઘરે રાજકોટ આવ્યો હતો, ત્યાં અચાનક હાર્ટ એટેક આવતા મૃત્યુ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં વધુ એક કિશોરનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું છે. રાજકોટનો 15 વર્ષનો એક વિદ્યાર્થી તેના પિતાના બાઇક પાછળ બેઠો હતો જે દરમ્યાન અચાનક હ્દય બંધ પડી જતા મોત નિપજ્યું હતું. અચાનક મૃત્યુથી કિશોરના પરિવારમાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે.
રાજ્યમાં હાર્ટ એટેકનો હાહાકાર યથાવત છે. દિવાળી દરમ્યાન રાજકોટ પથંકમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત નીપજ્યા હતા. ત્યારે વધુ એક 15 વર્ષના પુજનનું ગઇકાલે સાંજે મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે કોઠારીયા રોડ પર શ્રધ્ધા સોસાયટીમાં રહેતા અંતે ઘર સાથે જ દુધની ડેરી ચલાવતા અમિતભાઇ ગોવિંદભાઇ ઠુમ્મર ગત સાંજે ધોરણ-10 માં ભણતા 15 વર્ષના પુત્રને બાઇકમાં બેસાડી વાળ કપાવીને ઘરે પરત લાવી રહ્યા હતા. જે દરમ્યાન પુત્રને ચાલુ બાઇકમાં હાર્ટએટેક આવી જતા બેભાન થઇ ઢળી પડતા મૃત્યુ થયું હતું.
દિકરાના મોતથી પરિવારજનોમાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. વધુમાં મૃત્યુ પામનાર પૂજન હૈદરાબાદ ખાતે ગુરૂકુળમાં રહી ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. અને દિવાળીનો તહેવાર કરવા માતા-પિતાના ઘરે રાજકોટ આવ્યો હતો. ત્યાં અચાનક દિકરાને હાર્ટ એટેક આવતા પરિવારજનો દુ:ખમાં ગરકાવ થઇ ગયા છે.