રાજકોટની મહિલા સાથે અમદાવાદના શખસએ આચરેલી છેતરપિંડી
શીતલબેન બુચએ અમદાવાદના હિરેન ઉર્ફે યશ વૈદ્ય સામે નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની મહિલાને કોન્ટ્રાકટનું કામ આપવાનું કહી અમદાવાદના શખસએ 14.41 લાખની છેતરપિંડ આચર્યાની ફરિયાદ પ્રનગર પોલીસમાં નોંધાવવામાં આવી છે. રેલનગરના શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં રહેતા અને ગવર્મેન્ટ કોન્ટ્રાકટર તરીકે કામ કરતા શિતલબેન બુચએ પ્ર.નગર પોલીસ મથકમાં અમદાવાદના હિરેન ઉર્ફે યશ વિજેન્દ્રભાઈ વૈધ સામે કોન્ટ્રાકટ અપાવવાના બહાને રૂ.14.41 લાખની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓ વર્ષ 2019માં સિવિલ હોસ્પિટલમાં પી.ડી.યુ કોલેજમાં કેન્ટીન રાખેલ ત્યારે હોસ્પિટલમાં કોન્ટ્રાકટરમાં કામ કરતા મેનેજર રેખાબેન પટેલના રેફરન્સથી ઉપરોકત આરોપી સાથે સંપર્ક થયેલ બાદમાં આરોપીએ અમદાવાદ સહિત વિવિધ જગ્યાએ ફુડ પેકેટ મોકલવા અંગે ઓર્ડર આપવા વાત કરેલ અને વર્ષ 2021માં અમદાવાદમાં નોટરાઈઝ લખાણ કરેલ હતું.
કોન્ટ્રાકટ એપ્રિલ વર્ષ 2021માં શરૂ કરવાનો હોવાથી આરોપીના સંપર્કમાં રહી તેના કહેવા મુજબ ગત.તા18/1/21 થી 31/7/21 સુધીમાં ધ રીયલ એન્ટરટેઈન્મેન્ટના ખાતામાં રૂ.14.41 લાખમાં જમા કરાવેલ હતા.કામ શરૂ કરવા 8 સેન્ટરોમાં જગ્યા ભાડે રાખી તેમજ ફુડ પેકેટ તૈયાર કરવા માણસોરાખેલ બાદમાં આરોપીએ થોડો સમય માંગી લંબાણ કરેલ અને બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દેતા 21.42 લાખનું નુકશાન થયું હતું આરોપીના મામાએ પૈસા પરત આપવાનો વાયદો કરી આજદીન સુધી પૈસા ન આપતા પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.