ઉતર વઝીરીસ્તાનની ઘટના : છ બાળકો સહિત 29 ઘાયલ
એક પોલીસ અધિકારીએ એએફપીને જણાવ્યું કે વિસ્ફોટને કારણે બે ઘરોની છત પણ તૂટી પડી, જેમાં છ બાળકો ઘાયલ થયા.
- Advertisement -
પાકિસ્તાનના ઉતર વઝીરીસ્તાનમાં શનિવારે એક સુસાઈડ કાર બોમ્બરે લશ્કરી કાફલામાં ઘુસીને ખુદને વિસ્ફોટ કરતા 13 સૈનિકો માર્યા ગયા હતા અને 10 ઉપરાંત 19 નાગરિકો પણ ઘાયલ થયા છે. આ ઘટના ખૈબર પખ્તુનવાલામાં બની હતી.
આ સુસાઈડ કાર બોમ્બનો વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના મકાનોના છાપરા પણ ઉડી ગયા હતા અને છ બાળકોને ઈજા થઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સુસાઈડ બોમ્બરે પુરા શરીર પર વિસ્ફોટકો બાંધ્યા હતા તથા કારમાં પણ વિસ્ફોટકો ભર્યા હતા અને તેણે કાર આર્મી કાફલાની વચ્ચે ઘુસાડી દીધી હતી.