ખાસ-ખબર ન્યૂઝ જકોટ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા 48 કલાકથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ અને કુલ 48 કલાકમાં 13 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે, ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા 48 કલાકથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ અને કુલ 48 કલાકમાં 13 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે સાંતલપુરના તળાવ વિસ્તારમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેમાં ખાસ કરીને છપાન ટેકરી વાસમાં રહેતા પરિવારોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાંતલપુરના મામલતદાર, ફાયર વિભાગ, પોલીસ અને સ્થાનિક તંત્રના કર્મચારીઓએ અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. હજુ પણ આ વિસ્તારમાં ભારે પવન સાથે મધ્યમ વરસાદ ચાલુ હોવાથી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે સાંતલપુરના તળાવ વિસ્તારમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેમાં ખાસ કરીને છપાન ટેકરી વાસમાં રહેતા પરિવારોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાંતલપુરના મામલતદાર, ફાયર વિભાગ, પોલીસ અને સ્થાનિક તંત્રના કર્મચારીઓએ અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. હજુ પણ આ વિસ્તારમાં ભારે પવન સાથે મધ્યમ વરસાદ ચાલુ હોવાથી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.