મારૂતિ ટ્રાવેલ્સને રૂા. 2,97,500નો દંડ
મનપાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લિમિટેડે તા. 3થી 6 સુધીમાં કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા શહેરીજનોને 46 રૂટ પર 91 સિટી બસ દ્વારા પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે પરંતુ સિટી બસ અને બીઆરટીએસ બસની વિવિધ એજન્સીઓને કામમાં ક્ષતિ બદલ મારૂતિ ટ્રાવેલ્સને કુલ અંદાજિત રૂા. 2,97,500ની પેનલ્ટી, સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતિ કરતાં 13 કંડકટરોને ટેમ્પરરી અને ત્રણ કંડકટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
- Advertisement -
સિટી બસ સેવામાં ફેર કલેકશન કરતી એજન્સી અલ્ટ્રામોર્ડન કામમાં ક્ષતિ બદલ કુલ રૂા. 37,200ની પેનલ્ટી, 13 કંડકટર સસ્પેન્ડ અને ચેકિંગ દરમિયાન કુલ વીસ મુસાફરો ટિકિટ વગર મુસાફરી કરતા હતા તેમની પાસેથી કુલ અંદાજિત રકમ 2,200નો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ બીઆરટીએસ બસ સેવામાં એકસ-મેન તથા સિક્યુરિટી પૂરી પાડતી એજન્સી શ્રીરાજ સિક્યુરિટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂા. 2,926નો દંડ વસુલવામાં આવ્યો છે.