જો કે આ અંગે નિર્ણય લેતા મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી નથી. ત્યારે વિદ્યાર્થીઓના વિશાળ આરોગ્ય હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણૅય કર્યો છે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોર કિમિટીની બેઠકમાં લીધેલા આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, રાજ્યની ૧૨૭૬ સરકારી, ૫૩૨૫ ગ્રાન્ટ ઇન એઇડ, ૪૩૩૧ સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય ૪૫ શાળાઓ મળી કુલ ૧૦,૯૭૭ શાળાઓમાં ધોરણ-૧૦ ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે.
- Advertisement -
ત્યારે ધો. 12 અંગે આવતીકાલે મહત્વનો નિર્ણય લેવાશે તેવી શક્યતા સેવાય રહી છે. જો કે, સુત્રોના જણાવ્યા અનુસાર, ધોરણ – ૧૨ માટે માસ પ્રમોશન અપાશે નહિ. ગાંધીનગરમાં મળેલી બેઠક અનુસાર ધોરણ -૧૨ની પરીક્ષા લેવાનું નક્કી છે. જો કે આ અંગે હજુ ઓફિશિયલ જાહેરાત કાલે કરવામાં આવી શકે છે. આગામી સમયમાં સ્થિતિ ની સમીક્ષા બાદ આ પરીક્ષા ક્યારે લેવી અને કેવી રીતે લેવી તેનો નિર્ણય લેવાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. ધો.12ની પરીક્ષા લેવાશે. પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી લેવાશે.


