– આંદામાન-નિકોબારમાં ત્રિરંગો ફરકાવશે
નેતાજી સુભાળ ચંદ્ર બોઝની આજે 126મી જન્મજયંતી છે. આ અવસર પર વડાપ્રધાન મોદી નેતાજીને સંસદ ભવનમાં શ્રદ્ધાંજલી આપશે. આજના દિવસને પરાક્રમ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આ અવસર પર એક સમારોહમાં અંદમાન અને નિકોબારના 21 મોટી અનામ દ્વિપોના નામ પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતાઓના નામ પરથી રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સુભાષ ચંદ્ર બોઝની જયંતી 23 જાન્યુઆરીના રોજ દર વર્ષ પરાક્રમ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. પીએમઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી નેતાની સુભાષ ચંદ્ર બોઝ દ્વીપ પર બનનારી નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મોડલેનું પણ અનાવરણ કરશે.
- Advertisement -
સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં શ્રદ્ધાંજલી આપશે
વડાપ્રધાન મોદી આજે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મ જયંતી પર શ્રદ્ધાંજલી આપશે. આ દરમ્યાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, લોકસભા અને રાજ્યસભા દળના નેતાઓ, સંસદ સભ્ય, પૂર્વ સાંસદ અને બીજા નેતાઓ અને મહાનુભવો નેતાજીને શ્રદ્ઘાંજલી આપશે.
कल पराक्रम दिवस पर मां भारती की वीर संतानों के सम्मान में एक विशेष कार्यक्रम होगा। सुबह 11 बजे वीडियो कॉन्फ्रेंसिंग के जरिए इसका हिस्सा बनूंगा। इस दौरान अंडमान-निकोबार के 21 सबसे बड़े अनाम द्वीपों का नामकरण 21 परमवीर चक्र विजेताओं के नाम पर किया जाएगा।https://t.co/BQzTTuaumG
— Narendra Modi (@narendramodi) January 22, 2023
- Advertisement -
પરમવીર ચક્રના વિજેતાઓના નામ પર દ્વિપના નામ રાખશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પરાક્રમ દિવસ પર 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર અંદમાન અને નિકોબાર દ્વીપ સમુહના નામ પર રાખવાના એક કાર્યક્રમમાં ભાગ લેશે. સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તેઓ ભાગ લેશે. વડાપ્રધાને ગઇ કાલે જ એક ટ્વિટ કર્યુ હતું કે, શૌર્ય દિવસ પર ભારત માતાના વીર સપૂતોના સમ્માનમાં વિશેષ કાર્યક્રમ યોજાશે.