150 ફૂટ રિંગ રોડ ખાતે ડો.ભરત બોઘરા (ચેરમેન-યુનિટી ફાઉન્ડેશન)ના માર્ગદર્શન હેઠળ 126 દીકરીઓ ’સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ’નું આયોજન કરાયું હતું. જેમાં સેવા અને સંવેદનાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ’સર્વજ્ઞાતિય’ ભાવનાને ચરિતાર્થ કરતા આ આયોજનમાં રાવળદેવ સમાજ, લોધા સમાજ તેમજ ભોઈ, બાબર, વાલ્મીકી, વણકર, ભીલ અને ચુનારા સમાજના યુગલો સહિતના વિવિધ સમાજના યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. આ પ્રસંગે રાજ્યના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. તેમજ કલાજગતના રાજભા ગઢવી અને ફરીદા મીર દ્વારા વિવિધ લગ્નગીત રજૂ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે 126 દીકરીઓ પૈકી 23 દીકરીઓના પિતા હયાત નથી, જ્યારે 6 દીકરીઓએ પોતાની માતા ગુમાવી છે. તેમજ 20 વરરાજાઓના પિતા નથી, 2 વરરાજાની માતા નથી, જ્યારે 4 વરરાજા એવા છે જેમના માતા-પિતા બંને હયાત નથી. આ દીકરીઓના ક્ધયાદાનનો લ્હાવો લઈ સંસ્થા તેમના પિતાની ખોટ પૂરવાનો નમ્રપ્રયાસ કરાયો હતો.
રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં 126 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા

You Might Also Like
Follow US
Find US on Social Medias


