શહેરનાં તાપમાનમાં થતા સતત વધારાને લઇ લોકોને અસર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
ઉનાળાનાં પ્રારંભે ગરમીની જમાવટ થઈ ન હતી. પરંતુ છેલ્લા ઘણા દિવસથી જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં સતત તાપમાનનો પારો વધી રહ્યો છે. બપોરની શરૂઆત થતા જ સૂર્યદેવતા આગબબુલા થઈ ગયા છે. શહેરમાં અગ્નવર્ષા થઇ રહી હોય તેવી સ્થિતી સામે આવી રહી છે. આકરી ગરમીને કારણે તાવ, ઝાડા- ઉલ્ટી, ચક્કર આવવાના કેસો પણ વધી વધી રહ્યા છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના 108 ઇમરજન્સીના અધિકારી યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યુ કે, ગરમીનુ પ્રમાણ હાલમાં વધારે પ્રમાણમાં દેખાય રહ્યુ છે. જૂનાગઢમાં છેલ્લા 10 દિવસમાં ઇમરજન્સી સેવા 108માં હિટ સ્ટ્રોકના 125 કેસ નોંધાયા હતા. ખાસ કરીને ચક્કર આવતા બે- ભાન થઇ જવુ તેવા કેસ વધારે જોવા મળ્યા છે. તમામ દર્દીઓને ઇમરજન્સી સેવા મારફત સિવિલમાં લઇ જવામાં આવે છે અને જરૂર જણાતા દાખલ કરી બાટલા પણ ચઢાવવા પડે છે. હાલ તો આકરી ગરમીને કારણે આવા કેસ સતત વધારે પ્રમાણ જોવા મળી રહ્યા છે.
છેલ્લા 10 દિવસમાં 108 ઇમરજન્સીમાં તાવના 49, ચક્કર, ઝાડા- ઉલ્ટીના મળી 76 એમ કુલ 125 લોકોને આકરી ગરમીની અસર જૂનાગઢ શહેરમાં જોવા મળી છે.
શહેરમાં છેલ્લા 5 દિવસનું તાપમાન (ડિગ્રીમાં)
11મે ( શનિવાર) 25.3 39
12મે (રવિવાર) 26.1 39.5
13મે (સોમવાર) 26 40.2
14મે (મંગળવાર) 25 41.8
15મે (બુધવાર) 27.1 42.5