ગુજરાત પોલીસ પાસે કુલ 14354 CCTV, 87 સ્પીડ ગન, 3486 બ્રેથ એનલાઇઝર્સ ઉપલબ્ધ
ગુજરાતમાં 778 મંજૂર પોલીસ સ્ટેશન પૈકી હાલમાં 745 પોલીસ સ્ટેશન કાર્યરત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં કુલ 745 પોલીસ સ્ટેશનમાંથી 123 પોલીસ સ્ટેશનમાં ઈઈઝટ કેમેરા નથી. ગુજરાત પોલીસ પાસે કુલ 14354 ઈઈઝટ કેમેરા ઉપલબ્ધ છે. ઉપરાંત, 87 સ્પીડ ગન, 3486 બ્રેથ એનલાઇઝર્સ છે. તમામ 745 પોલીસ સ્ટેશન ઉપરાંત 120 અન્ય પોલીસ કચેરીમાં CCTV કેમેરાની સુવિધા માટે અદાલતે આદેશ કર્યોે છે. જેમાંથી 622 પોલીસ સ્ટેશનમાં 7354 CCTV કેમેરા લગાવી દીધા છે. 123 પોલીસ સ્ટેશનમાં 4385 CCTV કેમેરા જ્યારે અન્ય 120 પોલીસ કચેરીમાં 756 ઈઈઝટ કેમેરા નાખવાના બાકી છે. એક અખબારના છઝઈંના જવાબમાં ગૃહ મંત્રાલયના બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટે આ માહિતી આપી છે.
બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના અહેવાલ મુજબ,દેશમાં કુલ 15604 પોલીસ સ્ટેશનમાંથી 5995 પોલીસ સ્ટેશનમાં CCTV કેમેરા લગાવવાના બાકી છે.
ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારના 456માંથી 446 પોલીસ સ્ટેશન, 118માંથી 100 શહેરી પોલીસ સ્ટેશન જ્યારે 171માંથી 56 સ્પેશિયલ પર્પઝ પોલીસ સ્ટેશનમાં ઈઈઝટ કેમેરા છે. કુલ 778 મંજૂર પોલીસ સ્ટેશનમાંથી હાલમાં 745 પોલીસ સ્ટેશન છે. રાજ્યમાં તમામ મળીને પોલીસની કુલ મંજૂર જગ્યાઓ 1.22 લાખથી વધારે છે જેની સામે હાલમાં 89846 જગ્યાઓ ભરાયેલી છે. જેમાં 14681 મહિલાઓ છે. રાજ્યમાં 782 લોકોએ એક પોલીસ છે. દર એક લાખ વસતીએ 128 પોલીસ છે.
કયા રાજ્યની પોલીસ પાસે કેટલા CCTVની સુવિધા ઉપલબ્ધ …?
રાજ્ય CCTV કેમેરા
તેલંગાણા 2.82 લાખ
મહારાષ્ટ્ર 35292
મધ્યપ્રદેશ 32031
તમિલનાડુ 22912
આંધ્રપ્રદેશ 14770
ભારત કુલ 4.57 લાખ
- Advertisement -