ખાસ-ખબર ન્યૂઝ અમરેલી, તા.7
અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલના 121 ઇન્ટર ડોક્ટરોએ સ્ટાયફંડ વધારવા માટે અગાઉ અનેક રજૂઆતો કરવામા આવી છે. કલેકટરને પણ લેખિત રજૂઆત કરાઇ હતી. પરંતુ ઇન્ટર ડોક્ટરોનું સ્ટાયફંડ બાબતે કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી. ત્યારે આજે હોસ્પિટલના પટાંગણમા તમામ ઇન્ટર ડોકટરો કામથી વંચિત રહી કોઈ યોગ્ય નિર્ણય નહિ આવે ત્યાં સુધી હડતાળ ઉપર ઉતર્યા હતાં. હાલ તેઓનું સ્ટાયફંડ 10 હજાર જેવું છે જે સરકારના નિયમો પ્રમાણે 18 હજાર બસો કરવાની માંગ સાથે નારાઓ લગાવી હોસ્પિટલના પટાંગણમાં જ હડતાળ ઉપર બેસી ગયા છે.
- Advertisement -
આ બાબતે હોસ્પિટલના મેનેજમેન્ટ કર્મચારી ભરત ધડુક સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, 18 હજાર બસો સ્ટાયફંડ સરકારી મેડિકલ કોલેજ માટે છે પ્રાઇવેટ કોલેજો સ્ટાયફંડ કેટલું આપવું તે નિર્ણય માટે સ્વતંત્ર હોય છે. અને બધી મેડિકલ કોલેજોમાં અલગ અલગ સ્ટાયફંડ આપતા હોય છે છતાપણ અમે તેઓની રજૂઆત મેનેજમેન્ટને આપી છે શક્ય હશે તો ચોક્કસ થી અમે તેઓને ફેર ફાર કરી આપીશું. અને વહેલું નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.