વિજય રૂપાણીના સીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન રાજકોટનો અવિરત વિકાસ
100 કરોડના ખર્ચે પીએમએસએસવાય બિલ્ડિંગ, રામવન અને બસ સ્ટેશન સહિતના કામો મંજૂર કર્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટાઈ મુખ્યમંત્રી બનેલા વિજ્યભાઈ રૂપાણીએ પોતાના સીએમ તરીકેના કાર્યકાળમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી 12,000 કરોડની સૌની યોજનાના સાકાર થઈ હતી.
તેના કારણે સૌરાષ્ટ્રના 115 ડેમમાં નર્મદા ડેમના પાણી ઠાલવવામાં આવ્યા હતા તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં કર્યું હતું. આ યોજનાથી સૌરાષ્ટ્રવાસીઓને કાયમી પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.
સૌરાષ્ટ્રના ઉદ્યોગ માટે મહત્વના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે રાજકોટમાં જમીન ફાળવણી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં 1405 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આવી જ રીતે સૌરાષ્ટ્રના 1.25 કરોડ લોકોને સસ્તી સારવાર મળે તે માટે રાજકોટના જામનગર રોડ ઉપર પરાપીપળીયામાં 1195 કરોડના ખર્ચે 700 બેડની એમ્સ( ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ)નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રાજકોટ શહેરમાં અન્ય કરોડો રૂપિયાના વિકાસકામો ભેટ આપવામાં આવ્યા છે. તેમાં સિવીલ હોસ્પિટલમાં 100 કરોડના ખર્ચે PMSSY બિલ્ડીંગ, રામવન, બસ સ્ટોપ, ગાંધી મ્યુઝિયમ, લાઈટહાઉસ, પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, સુજલામ-સુફલામ જળસંચય, રેલનગર અન્ડરબ્રીજ, આમપાલી બ્રીજ, સીસીટીવીનો આઈ.પ્રોજેક્ટ, રાજકોટ નજીક ભૂણાવા પાસે 32 હેક્ટર જમીનમાં ફાર્મ મશીનરી ટ્રેનિંગ એન્ડ ટેસ્ટિંગ ઈન્સ્ટીટ્યુટ સહિતના કામોને મંજૂરી આપી હતી.