હમાસે કેવી રીતે મચાવી હતી તબાહી, રિપોર્ટમાં ખુલાસો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઇઝરાયલી સેનાએ 7 ઓક્ટોબરના હુમલામાં પોતાની નિષ્ફતળતાનો સ્વીકાર કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે 7 ઓક્ટોબર, 2023ના રોજ, હમાસ ઇઝરાયલના ઈતિહાસમાં સૌથી ઘાતક હુમલો કરવામાં સક્ષમ સાબિત થયું હતું, કારણ કે શક્તિશાળી ઇઝરાયલી સેનાએ આતંકવાદી જૂથની ક્ષમતાઓને ઓછી આંકી હતી અને તેના ઈરાદાઓનો અંદાજો લગાવી શકી ન હતી.
આર્મી ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવીએ કહ્યું કે, ‘હું સેનાની નિષ્ફળતાની જવાબદારી લઉં છું.’ ગુરુવારે જારી કરાયેલા આ અહેવાલથી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર હુમલા પહેલા રાજકીય નિર્ણયો લીધા હતા કે કેમ તેની તપાસ કરવા દબાણ થઈ શકે છે.
ઘણા ઇઝરાયલીઓ માને છે કે નેતન્યાહૂ હુમલાને રોકવા માટે કાર્યક્ષમ વ્યૂહરચના બનાવવામાં નિષ્ફળ ગયા. વડાપ્રધાને એમ કહીને જવાબદારી લીધી નથી કે તેઓ યુદ્ધ પછી જ મુશ્ર્કેલ પ્રશ્ર્નોના જવાબ આપશે. હુમલામાં માર્યા ગયેલા લગભગ 1,200 લોકોના પરિવારો અને ગાઝામાં બંધક બનેલા 251 લોકો સહિત જાહેર દબાણ હોવા છતાં નેતન્યાહૂએ તપાસ પંચ બનાવવાનો વિરોધ કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરના રોજ, ઈંઉઋ (સૈન્ય) ઇઝરાયલી નાગરિકોની સુરક્ષા માટેના તેના મિશનને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું હતું. નાગરિકો પૂછે છે કે તે દિવસે આટલા નાગરિકોના મોત થયા ત્યારે ઈંઉઋ ક્યાં હતું?
- Advertisement -
એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે સૈન્યએ સ્વીકાર્યું હતું કે, ’અમને અતિશય આત્મવિશ્ર્વાસ’ હતો અને પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથના હુમલા પહેલા હમાસની લશ્કરી ક્ષમતાઓ વિશે ખોટી માન્યતાઓ ધરાવતા હતા. એટલા માટે આવા હુમલાની અપેક્ષા નહોતી. તેમણે વધુમાં કહ્યું કે હમાસના નેતૃત્ત્વમાં પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ માત્ર હુમલાના કદ અને સ્કેલના સંદર્ભમાં જ નહીં, પરંતુ તેની ક્રૂરતાના સંદર્ભમાં પણ ઇઝરાયલને આશ્ર્ચર્યચકિત કર્યું.
હમાસે ત્રણ બાજુથી હુમલો કર્યો
સૈન્ય તપાસમાં જાણવા મળ્યું કે હમાસ દ્વારા ત્રણ બાજુએથી હુમલો કરાયો હતો. જેમાં ગાઝાથી 5,000 થી વધુ લોકો ઇઝરાયલમાં પ્રવેશ્ર્યા હતા. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રથમ 1,000 થી વધુ નક્બા લડાકૂઓએ ભારે ગોળીબારના કવર હેઠળ ઘૂસણખોરી કરી હતી.જ્યારે બીજા પ્રયાસમાં 2,000 લડાકૂઓ અને ત્રીજી વખત બાકીના હજારો નાગરિકો સાથે સેંકડો લડાકૂઓએ એન્ટ્રી કરી હતી. અહેવાલમાં જણાવાયું છે કે હુમલા દરમિયાન કુલ મળીને લગભગ 5,000 જેટલા લડાકૂઓએ ઇઝરાયલમાં ઘૂસણખોરી કરી હતી.