ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ, ઇ ડિવિઝન સહિતનો કાફલો દોડી ગયો
50% ટચના દાગીનાં અને ચોરસાની ચોરી થતા ઈઈઝટ આધારે તપાસનો ધમધમાટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
હાલ ચાંદીના ભાવોમાં ભારે ઉથલ પાથલ ચાલી રહી છે એક સમયે 4 લાખને ક્રોસ કરી ગયેલી ચાંદીમાં ફરી કડાકો આવતા ભાવ નીચે આવી ગયા હતા આગ ઝરતી તેજી વચ્ચે રાજકોટના રણછોડનગરમાં આવેલા કારખાનામાંથી 3.73 કરોડની કિંમતની 120 કિલો ચાંદીની ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે બનાવને પગલે ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી, બી ડિવિઝન સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે ચાંદી માર્કેટ ગણાતા સામા કાંઠે બનેલી ચોરીની ઘટનાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે તસ્કરો 50 ટચના દાગીના અને ચોરસા ચોરી ગાયનું જાણવા મળ્યું છે.
ચાંદી હાલ વિશ્વ સ્તરે ચમકી રહી છે વધતા જતા ભાવોથી ચાંદીની માર્કેટ સળગી રહી છે ત્યારે દરરો થતા ભાવના વધારા – ઘટાડા વચ્ચે રાજકોટમાં ચાંદી અને ઇમિટેશન માર્કેટનું હબ ગણાતા સામા કાંઠે ચાંદીની મોટી ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે રાજકોટના રણછોડનગર શેરી નંબર 1માં આવેલી ખત્રીની વાડી પાસે અતુલભાઈ પટેલ દ્વારા મિત્રના ઘરે રાખેલા ચાંદીના મોટા જથ્થાની ચોરી થઇ હોવાની કંટ્રોલમાં જાણ થતા એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, ડીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા, પીઆઇ ડામોર, બી ડિવિઝન પીઆઇ રાણે સહિતના અધિકારીઓ દોડી ગયા હતા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી પ્રાથમિક તપાસ બાદ ડીસીપી ક્રાઇમ બાંગરવાએ જણાવ્યું હતું કે અતુલભાઈ પટેલના આ યુનિટમાંથી તસ્કરો 3.73 કરોડની કિંમતની 120 કિલો ચાંદીની ચોરી કરી ગયા છે તસ્કરો જે ચાંદી ચોરી ગયા છે તેમાં 50 ટકા ટચના ચોરસા અને દાગીનાનો સમાવેશ થાય છે હાલ બી ડિવિઝન પોલીસે ચોરી અંગે ગુનો નોંધવા તેવી હાથ ધરી છે તેમજ ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી વિવિધ ટિમો દોડાવી છે ચાંદીના સળગતા ભાવ વચ્ચે કરોડો રૂપિયાની ચાંદીની ચોરી થતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.



