શાસ્ત્રી મેદાન સામે હોકર્સ ઝોનમાં ખાદ્ય ચીજોના વેચાણ કરતા 18 ધંધાર્થીઓને ત્યા તપાસ કરી નમૂના લીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રસુલપરા શેરી નં.03માં આવેલી “શિવ એન્ટરપ્રાઇસીસ” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલા ડુપ્લિકેટ ઘીનો કુલ 120 કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તેમજ લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્થળ પરથી શુધ્ધ ઘી (લુઝ)’ અને નટરાજ શુધ્ધ ભેંસના ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના શાસ્ત્રી મેદાન સામે હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 18 ધંધાર્થિઓને ત્યા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 2 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી. તેમજ ખાદ્યચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર તપાસ કરવામાં આવી હતી.



