– કંપનીઓમાં ઈન્વેસ્ટરોના 73287 કરોડ ડુબ્યા
શેરબજારમાં નવી કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરીને કમાણી કરવાનો ટ્રેંન્ડ વધતો રહ્યો છે.ત્યારે મૂડીબજારમાંથી નાણા ઉઘરાવીને 120 કંપનીઓ ગાયબ થઈ ગયાનો રીપોર્ટ જાહેર થયો છે. આ કંપનીઓમાં ઈન્વેસ્ટરોએ 73287 કરોડ ગુમાવ્યા છે.
- Advertisement -
માર્કેટ રેગ્યુલેટર સેબીનાં જ રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે મૂડીબજારમાંથી હજારો કરોડ એકત્રીત કરનારી 100 કંપનીઓનો કોઈ અતોપતો નથી. આવી લેભાગુ કંપનીઓની સંખ્યા સતત વધતી હોય તેમ માર્ચ 2022 ની સ્થિતિએ સંખ્યા 94 ની હતી. સેબી દ્વારા કુલ 692 કંપનીઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ઈન્વેસ્ટરોનાં નાણાં પરત મેળવવાનું મુશ્કેલ છે.
આમાંથી 120 કંપનીઓનાં કોઈ સરનામા જ નથી. જયારે 341 કંપનીઓ ફડચા જેવી હાલતમાં છે.માર્ચ 2022 માં આવી કંપનીઓની સંખ્યા 238 હતી. 83 ડીફોલ્ટર કંપનીઓ પાસે વસુલાત કરવા જેવુ કાંઈ નથી. માર્ચ 2022 માં આવી કંપનીઓની સંખ્યા 49 ની હતી આ ઉપરાંત 307 કેસ વિવિધ કોર્ટ-ટ્રીબ્યુનલમાં પેન્ડીંગ છે.