ગેરરીતીના ૩ કિસ્સા ઝડપાયા
હાલ ચાલી રહેલી એસ.એસ.સી.એચ.એસ.સી રીપીટરની પરીક્ષામાં રાજકોટ જીલ્લામાં આજરોજ સવારે ધો.૧૦માં ગુજરાતી (દ્વિતિય) વિષયમાં કુલ ૧૩૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જયારે ૧૫ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. જે પૈકી એક દિવ્યાંગ ઉમેદવારે પણ હાજર રહી પરીક્ષા આપી હતી.
જયારે ધો. ૧૨માં આંકડાશાસ્ત્ર વિષયના પેપરમાં કુલ ૨૫૩૬ પૈકી ૨૧૮૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલા છે. એકંદરે ધો. ૧૨માં કુલ ૨૪૬૯ હાજર વિદ્યાર્થીઓ અને ૪૦૧ ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ મળી કુલ ૨૮૭૦ વદ્યાર્થીઓ રાજકોટ જિલ્લામાં નોંધાયા હતા. આજરોજ કુલ ૦૩ કેસ ગેરરીતીના નોંધાયા છે. જેમાં પી.વી.મોદી હાઇસ્કુલ-રાજકોટ ખાતે રસાયણ વિજ્ઞાનના પેપરમાં બ્લોકનં-૪૮માં બેઠક નં B-505048 પરના વિદ્યાર્થી મોબાઇલ સાથેખંડ નીરીક્ષકના હાથે ઝડપાઇ ગયેલ છે. બીજા કેસમાં પ્રિન્સ સ્કુલ, રાજકોટમાં આંકડાશાસ્ત્ર વિષયમાં બેઠક નં G-789597 પર બઠેલ વિદ્યાર્થીની મોબાઇલ સાથે ખંડ નિરીક્ષકના હાથે ઝડપાઇ ગયેલ છે. ત્રીજા કેસમાં કલ્યાણ હાઇસ્કુલ યુનીટ -૧ ખાતે આંકડાશાસ્ત્રમાં વિષયમાં બેઠક નં G-790078 પર બઠેલ વિદ્યાર્થીએ ઉત્તરવહિના ફાડીને ટુકડા કરી નાંખતા તેના પર ખંડ નીરીક્ષક દ્વારા કોપીકેસ નોંધાયેલ છે. ઝડપાયેલ ઉમેદવાર પર ગેરરીતીના કેસ સાથે પોલીસ કેસની કાર્યવાહિ ચાલુ છે તેમ જીલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાની યાદીમાં જણાવાયું છે.