આગામી વર્ષની વસતી ગણતરી બાદ સિમાંકન સહિતની કામગીરી હાથ પર લેવાશે
અગાઉ જાહેર કરાયેલા છ નવી મહાપાલિકા ઉપરાંત નવા 12 મોટા શહેરો અને વધુ 3 સ્માર્ટ સિટી વિકસાવવા યોજના
- Advertisement -
રાજયમાં વિકાસને નવી ઉંચાઈએ લઈ જવા શહેરીકરણની સમસ્યાઓને પ્લાનીંગથી ઉકેલવા રાજય સરકારનો અભિગમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં વધતા જતા શહેરીકરણ અને તેની સમસ્યાઓમાં હજું પણ અમદાવાદ-સુરત-રાજકોટ સહિતના મહાનગરો તેની મ્યુનીસીપલ કોર્પોરેશન તરીકેની રચનામાં બે-ત્રણ દશકા બાદ પણ બહાર આવી શકયા નથી તે વચ્ચે રાજય સરકારે અગાઉ મોરબી-સુરેન્દ્રનગર સહિત છ મોટા શહેરોને મહાપાલિકાનો દરજજો આપવા માટે જાહેરાત કરી હતી. તેની પ્રક્રિયા હવે આગામી વસતિ ગણતરી બાદ શરૂ થશે તેમ માનવામાં આવે છે. જેના આધારે નવા સિમાંકન પણ અમલમાં આવશે. આ તમામ પ્રક્રિયા વચ્ચે હવે રાજય સરકાર 12 નવી મહાપાલિકા બનાવવા તૈયારીમાં છે અને તેનું નોટીફીકેશન ટુંક સમયમાં બહાર પડી શકે છે. જેના કારણે હાલ આઠ મહાપાલિકાઓ છે જેના સ્થાને રાજયમાં મહાપાલિકાઓની સંખ્યા 26 જેટલી થઈ જશે. આગામી વર્ષના અંતે જ હાલની આઠ મહાપાલિકાઓની ચૂંટણીઓ છે જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર એક સાથે ચૂંટણી યોજાશે. જૂનાગઢ મહાપાલિકાની ટર્મ પુરી થઈ છે પણ હાલ કોઈ સતાવાર જાહેરાત વગર જ ‘વહીવટદાર’ જેવું શાસન ચાલે છે અને આ ઉપરાંત અગાઉની જાહેરાત મુજબ નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર-વઢવાણને પણ મહાપાલિકાનો દરજજો આપીને તે અંગેની પ્રક્રિયા શરૂ થઈ છે. હવે તેમાં ભરૂચ, ભુજ ઉપરાંત દ્વારીકા, ઓખા, લોથલ, ધોળાવીરા, વડનગર, અંબાજી, મોઢેરા, સોમનાથ વેરાવળ, સાણંદ, ઢોલેરા, નડીયાદ, બિલીમોરા અને વાપી આ વિસ્તારોને આવરી લઈને નવી મહાપાલિકાઓની રચના કરાશે. આ ઉપરાંત હાલની ત્રણ મહાપાલિકાને પુરી રીતે સ્માર્ટ સીટી તરીકે વિકસાવવાની પણ તૈયારી છે. ગુજરાતમાં જો વિકાસને નવા તબકકે લઈ જવાની તૈયારીમાં માળખાકીય સુવિધા ખૂબજ મહત્વની છે. શહેરીકરણની સમસ્યાઓ વધતી જાય છે અને ગ્રામીણ ક્ષેત્રમાંથી હિજરત પણ વધે છે. મોટા શહેરોની આસપાસના ગ્રામીણ ક્ષેત્રોમાં આડેધડ વિકાસ એ ભવિષ્યની નવી સમસ્યા બની શકે છે.
- Advertisement -
તેથી સ્માર્ટ સીટી મિશન હેઠળ આ મહાનગરોમાં પણ વિકાસને એક નવી દિશા આપવાનો પ્રયાસ છે. બાદ બીજા પાણી, ગટર, માર્ગો, વિજળી, આરોગ્ય જેવી પ્રાથમીક સુવિધાઓને પણ હવે એક આયોજીત રીતે ગ્રામીણ ક્ષેત્રમાં વિકસાવીને તે ભવિષ્યમાં મહાનગરોમાં ભળે તો આ સુવિધા મહત્વની બને તે જોવા માટે સરકારની તૈયારી છે.
8 મનપામાં મેયરનું રોટેશન જાહેર થયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં 27% અનામતને ધ્યાનમાં રાખી મેયર માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાં અનુસાર, આગામી ચૂંટણી બાદ એટલે કે 2026માં રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ જનરલ કેટેગરીમાંથી મેયર બની શકાશે અને બીજી ટર્મમાં શેડ્યુલ કાસ્ટના મહિલા મેયર બનશે. અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ટર્મ બેકવર્ડ ક્લાસ તો બીજી ટર્મ મહિલા અનામત આપવામાં આવી છે. ભાવનગરમાં પણ મહિલા અને સામાન્ય વર્ગમાંથી મેયર બનશે. તે સિવાય વડોદરામાં જઈ અને મહિલા અઢી અઢી વર્ષ માટે મેયર પદ પર બેસશે. સુરતમાં પાંચ વર્ષની ટર્મ માટે સામાન્ય અને અનુસુચિત જાતિની મહિલાને મેયર બનવાની તક મળશે.જૂનાગઢમાં મેયર માટેની બીજી ટર્મ ઓબીસી મહિલા માટે અનામત રહેશે. આ રોટેશન નવી ચૂંટણી પછી લાગુ પડશે. ગાંધીનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે પછાત જાતીના મેયર બનશે તો બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે. ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરામાં 2021માં ચૂંટણી થઇ હતી અને હવે 2026માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થશે.
મહાપાલિકા – પહેલા અઢી વર્ષ -બીજા અઢી વર્ષ
અમદાવાદ – બેકવર્ડ ક્લાસ – મહિલા
સુરત – મહિલા – જનરલ
વડોદરા – શેડ્યુલ કાસ્ટ – મહિલા (બેકવર્ડ ક્લાસ )
રાજકોટ – જનરલ – મહિલા ( શેડ્યુલ કાસ્ટ )
ભાવનગર – મહિલા – જનરલ
જામનગર – મહિલા – જનરલ
જૂનાગઢ – જનરલ – મહિલા ( બેકવર્ડ કાસ્ટ)
ગાંધીનગર – બેકવર્ડ ક્લાસ – મહિલા