એન્ટી સાયકલોન પાક.બોર્ડર આસપાસ છે વરસાદી સિસ્ટમને ગુજરાત તરફ નહીં આવવા દે
આ સંજોગોમાં ખેડૂતોએ પાકને જરૂર હોય તો પિયત આપવાનું શરૂ કરવું
- Advertisement -
ભાદરવો તપ્યો જૂનાગઢ સહિત સોરઠના મહતમ તાપમાનનો પારો એક જ દિવસમાં 3 ડિગ્રી ઉપર ચડતાં લોકો અકળાઈ ગયા, મહતમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું, ભેજને લઇ બફારો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે જોકે હજુ 22 તારીખ સુધી ભારે વરસાદની કોઈ સંભાવના નથી હવામાન નિષ્ણાંતે કહ્યું હતું કે એન્ટી સાયકલોન જે પાકિસ્તાન બોર્ડર આસપાસ છે વરસાદી સિસ્ટમને ગુજરાત તરફ આવવા નહીં દે જેથી માત્ર છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા પડી શકે છે. 12 દિવસ સુધી ભારે વરસાદની કોઈ શકયતા દેખાતી નથી.જેથી પાકને પાણીની જરૂરિયાત હોય તો ખેડૂતોએ સમયસર પાણી આપવાની શરૂ કરી દેવું જોઈએ.તેમજ નવરાત્રીમાં વરસાદ મુદ્દે વાત કરતા કહ્યું હતું કે એ સમયે જે વિસ્તારમાં અસહ્ય ગરમી હોય ત્યાં લોકલ સિસ્ટમ ના લીધે બપોર બાદ અમુક વિસ્તારમાં વરસાદ પડે છે.જે થોડી વાર માટે જ હોય છે.શ્રાવણ મહિનો પૂરો થતાની સાથે ભાદરવાએ તેનો આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દેતા જૂનાગઢ સહિત સોરઠના મહતમ તાપમાનનો પારો એક જ દિવસમાં 3 ડિગ્રી ઉપર ચડતાં લોકો અકળાઈ ગયા હતા. ચોમાસાએ આંશિક રીતે વિદાય લઇ લીધી છે.
પરંતુ વાદળીયું હવામાન રહેતું હોવાથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. દરમ્યાન નવા સપ્તાહનાં પ્રથમ દિવસ સોમવારે મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી રહ્યા બાદ રાત્રીનું તાપમાન 27.2 ડીગ્રી નોંધાયું હતું. બીજા દિવસે એટલે કે મંગળવારે લઘુતમ તાપમાનનો પારો પણ ઉપર ચડીને 24.8 ડિગ્રી સ્થિર થયો હતો. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા રહેતા બફારાએ માઝા મૂકી હતી. અને તેની સાથે જ સોમવારની સરખામણીએ મહત્તમ તાપમાન ડીગ્રી ઊંચકાઈને 33 ડિગ્રી થઈ ગયું હતું. આ સાથે બપોરના સમયે વાતાવરણમાં ભેજ 63 ટકા રહ્યો હતો. જેના પરિણામે બફારાની સાથે ગરમી વધતા લોકો પરસેવે રેબજેબ થઈ ગયા હતા. દિવસ દરમિયાન પવનની પ્રતિ કલાકની ઝડપ 4.1 કિલોમીટરની રહી હતી.
- Advertisement -
આગોતરો પાક પરિપક્વ હોય તો કાપણી કરી લેવી હિતાવહ
આ અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યુ હતુ કે સ્થાનિક હવામાનની સ્થિતિ મુજબ વરસાદી ઝાપટા સિવાય ભારે વરસાદની શક્યતા નથી. આ સંજોગોમાં ખેડૂતોએ પાક અને જરૂર હોય તો પિયત આપવાનું શરૂ કરવું. જે ખેડૂત મિત્રોએ આગોતરૂ વાવેતરનો પાક પરિપક્વ થઈ ગયો હોય તો તેની કાપણીની શરૂઆત કરવી હિતાવહ છે.
એન્ટી સાયકલોન એટલે શું ?
એન્ટી સાયકલોન ઘડિયાળની દિશામાં ફરતું હોય છે હવા ઘડિયાળની ઉલટી દિશામાં ફરતી હોય જેથી લો પ્રેસર સર્જાઈ છે અને વરસાદી સિસ્ટમ બનતી હોય છે અને એન્ટી સાયકલોનના લીધે ભેજ વિખાઈ જાય છે જેથી વરસાદ પડતો નથી. એન્ટી સાયકલોન જે પાકિસ્તાન બોર્ડર આસપાસ છે વરસાદી સિસ્ટમને ગુજરાત તરફ આવવા નહીં દે જેથી માત્ર છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા પડી શકે છે.