ભારતીય અને વિદેશી કંપનીઓએ રીપોર્ટ પ્રકાશીત થયા પૂર્વે જ અદાણીના શેરોમાં ‘શોર્ટ પોઝીશન’ ઉભી કરી હતી: બે કંપનીઓએ જ 11000 કરોડનો નફો કર્યો
ભારતીય કોર્પોરેટ જગતમાં હલચલ સર્જવા સાથે શેરબજારમાં કડાકો સર્જનારા અદાણી ગ્રુપ સામેના હિંડનબર્ગ રીપોર્ટથી એક ડઝન કંપનીઓએ અઢળક કમાણી કર્યાનો ખુલાસો એનફોર્સમેન્ટ ડીરેકટોરેટ દ્વારા કરવામાં આવ્યો છે. સેબીને સોંપેલા રીપોર્ટમાં એનફોર્સમેન્ટ ડીરેકટોરેટે પ્રાથમીક તપાસનાં આધારે એમ કહ્યું કે હિંડનબર્ગ અહેવાલ બાદ શેરબજાર ભાંગી ગયુ ત્યારે ટેકસ હેવન દેશોમાં નોંધાયેલી વિદેશી સંસ્થાઓ સહીત 12 કંપનીઓએ અગાઉ જ શોર્ટસેલ (માથે વેચાણ) કર્યું હતું.
- Advertisement -
રીપોર્ટ જાહેર થયા બાદ માર્કેટમાં કડાકા સર્જાયા હતા. અમુક કંપનીઓએ તો રીપોર્ટ જાહેર થયાના બે-ત્રણ દિવસ પૂર્વે અર્થાત છેલ્લી ઘડીએ જ શોર્ટ પોઝીશન મેળવી હતી જયારે અન્ય કંપનીઓ તબકકાવાર શોર્ટ પોઝીશન ઉભી કરતી રહી હતી. અમુકે તો શેરબજારોનાં વ્યવહારમાં પ્રથમ વખત જ માથે વેચાણ કર્યું હતું. સેબીમાં નોંધાયેલી ભારતીય તથા વિદેશી નાણા સંસ્થાઓને ડેરીવેટીવ્ઝમાં વેપારની છુટ છે અને તેના આધારે માથે વેંચાણ કરી શકે છે. સુત્રોએ કહ્યું કે અઢળક નફો કમાનારી 12 માંથી 3 કંપનીઓ ભારતીય છે.
જયારે ચાર મોરેશીયસમાં આયરલેન્ડ તથા લંડનમાં નોંધાયેલી એક એક એક કંપની પણ નફો કરનારી કંપનીઓમાં સામેલ છે. આ 12 માંથી એકપણ કંપનીએ ઈન્કમટેકસને માલીકી વિશેની માહીતી આપી નથી આઠ કંપનીઓ,જુલાઈ 2020 માં સ્થપાઈ હતી. સપ્ટેમ્બર 2021 સુધી કોઈ કામકાજ ન હતું. સપ્ટેમ્બર 2021 થી માર્ચ 2022 માં એકાએક 31000 કરોડનાં ટર્નઓવર પર 1100 કરોડની કમાણી દર્શાવી હતી. આ સિવાય ભારતમાં બેંક તરીકે કાર્યરત વૈશ્વીક ફાઈનાન્સીયલ કંપનીએ માત્ર 122 કરોડની કમાણી દર્શાવી હતી.
પરંતુ વિદેશી સંસ્થા તરીકે 97000 કરોડની જંગી કમાણી દર્શાવી હતી. તેમાં કોઈ ઈન્કમટેકસ ચુકવ્યો ન હતો. કેમેન્ડ આયલેન્ડ સ્થિત કંપની અમેરીકામાં ઈનસાઈડર ટ્રેડીંગમાં દોષિત ઠરી હતી અને 1.8 અબજ ડોલરનો દંડ થયો હતો. આ કંપનીએ 20 જાન્યુઆરીએ જ અદાણી ગ્રુપનાં શેરોમાં શોર્ટ પોઝીશન લેવાનું શરૂ કર્યું હતું. 23 મી સુધી માથે વેચાણ વધારતી રહી હતી. મોરેશીયસ સ્થિત એક ફંડ દ્વારા 10 મી જાન્યુઆરીએ ઈતિહાસમાં માથે વેચાણનાં વ્યવહાર કરવામાં આવ્યા હતા.
- Advertisement -
ભારતીય કંપનીઓમાં નવી દિલ્હીમાં નોંધાયેલી કંપની સામે સેબીએ સટ્ટાખોરીમાં સંડોવણીનો અગાઉ ચુકાદો પણ આપ્યો હતો. બીજી કંપની મુંબઈમાં રજીસ્ટર્ડ છે.એન્ફોર્સમેન્ટ વિભાગે સુપ્રિમ કોર્ટે નિયુકત કરેલી નિષ્ણાંત કમીટીને ગત માર્ચમાં પ્રાથમીક અહેવાલ આવ્યો હતો અને તેના આધારે સમિતિઓ પણ ભારતીય શેરબજારને અસ્થિર કરવામા ષડયંત્રનો સુર દર્શાવ્યો હતો. એનફોર્સમેન્ટના સેબીને સોંપાયેલા રીપોર્ટનાં આધારે એવી પણ આશંકા છે કે નફો કરનારી કંપનીઓ કદાચ બ્રોકર હશે અને વાસ્તવિક ભલાઈ તો અન્ય મોટા માથાઓએ મેળવી હશે.