By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    18 hours ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    18 hours ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    20 hours ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    21 hours ago
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે
    18 hours ago
    ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે
    18 hours ago
    કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી
    18 hours ago
    સોશિયલ મીડિયા પર ‘એઆઈ જનરેટેડ’ લેબલ હવે ફરજિયાત: 20 ફેબ્રુ.થી લાગુ થશે નવા કાયદા
    18 hours ago
    અમેરિકા સતત આપણને ધમકાવી રહ્યું છે, તમે ભારત દેશને વેંચી દીધો છે: સંસદમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    20 hours ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    2 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    7 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજથી 112 જનરક્ષક હેલ્પલાઇનનો પ્રારંભ: તમામ ઇમરજન્સી માટે એક જ નંબર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આજથી 112 જનરક્ષક હેલ્પલાઇનનો પ્રારંભ: તમામ ઇમરજન્સી માટે એક જ નંબર
રાજકોટ

આજથી 112 જનરક્ષક હેલ્પલાઇનનો પ્રારંભ: તમામ ઇમરજન્સી માટે એક જ નંબર

Khaskhabar Editor
Last updated: 2025/07/16 at 5:23 PM
Khaskhabar Editor 7 months ago
Share
5 Min Read
SHARE

પોલીસનો 100, ફાયર બ્રિગેડનો 101, એમ્બ્યુલન્સનો 108, મહિલા અભયમનો 181 અને સાયબર હેલ્પલાઇન માટે 1930 નંબર હવે ભૂતકાળ બની જશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

પોલીસનો 100 નંબર, ફાયર બ્રિગેડનો 101 નંબર, એમ્બ્યુલન્સનો 108 નંબર, મહિલા અભયમનો 181 અને સાયબર હેલ્પલાઇન માટે 1930 નંબર હવે ભૂતકાળ બની જશે. રાજકોટવાસીઓએ હવે ઇમરજન્સી સેવામાં મદદ માટે અલગ અલગ નંબર યાદ રાખવાની જરૂર રહેશે નહીં, કારણ કે રાજકોટ શહેરમાં આજથી 112 જનરક્ષક હેલ્પલાઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેથી તમામ પ્રકારની ઇમરજન્સીમાં હવે ફક્ત એક જ નંબર પરથી સહાયતા મળી રહેશે. ઉલ્લેખનીય છે કે આ નવી હેલ્પલાઇનનું સંચાલન તદ્દન ડિજિટલ સિસ્ટમથી કરવામાં આવનાર છે જેના માટે કર્મચારીઓને બે વખત તાલીમ પણ આપી દેવામાં આવી છે અને આજથી 112 હેલ્પલાઇનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ હેલ્પલાઇનને જનરક્ષક હેલ્પલાઇન નામ આપવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તેના માટે વર્ષ 2019માં 112 ઈઆરએસએસ (ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ) હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 112 નંબરના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર, પોલીસ, આગ, મહિલા અને બાળ વિકાસ અને રેવન્યુ- આપદા વ્યવસ્થાપન વિભાગના સ્વતંત્ર ટોલ-ફ્રી નંબરને એકીકૃત કરવામાં આવ્યા હતા.

112 નંબર ડાયલ કરવા માટે મોબાઈલ ફોન અને લેન્ડલાઈન ફોનનો પણ ઉપયોગ કરી શકાશે. આ કોલની સેવા નિ:શુલ્ક રહેશે. 112ની સેવાના પ્રારંભ સાથે રાજકોટની દરેક પીસીઆર વાનમાં એસઓપી મુજબ એક વાયરલેસ સેટ, એક ટેબ્લેટ, કાર ચાર્જર (જનરક્ષક એપ્લીકેશન ઈન્સ્ટોલેશન માટે), ઈમરજન્સી લાઈટ, જીપીએસ, આગ બુઝાવવાના સાધનો, ફર્સ્ટ એઈડ બોક્ષ, સહિતની સામગ્રી હાજર રાખવામાં આવશે. પીસીઆર વાનને સહાયતાના કોલથી માંડી અંતિમ રિપોર્ટ સબમિટ કરવા સુધીની તમામ કામગીરી ડિજિટલી કરવાની રહેશે જેના માટે તમામ પીસીઆર વાનના ઇન્ચાર્જને ટેબ્લેટ આપવામાં આવશે. આ ટેબ્લેટ ઓપરેટ કરવા અંગે સ્ટાફની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. એક તબક્કાની તાલીમ પૂર્ણ થઈ ગયા બાદ હવે પોલીસ સ્ટેશન દીઠ કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.

- Advertisement -

વર્ષ 2019માં 7 જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલવારી કરાઈ હતી
2019માં 112 ઈઆરએસએસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 112 નંબરના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર, પોલીસ, આગ, મહિલા અને બાળ વિકાસ અને રેવન્યુ- આપદા વ્યવસ્થાપન વિભાગના સ્વતંત્ર ટોલ-ફ્રી નંબરને એકીકૃત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કામાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગરમાં શરૂ છે જેની અમલવારી હવે સમગ્ર રાજ્યમાં તબક્કાવાર થવા જઈ રહી છે. 19 ફેબ્રુઆરી, 2019ના રોજ પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયાં બાદ ગુજરાતમાં 1.49 કરોડથી વધુ ઇમરજન્સી કોલ સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 69,477 કેસોમાં તાત્કાલિક સહાય માટે ઇમરજન્સી ટીમો મોકલવામાં આવી હતી.

વધુ 16 જનરક્ષક વાન રાજકોટને મળશે
રાજકોટ શહેર પોલીસ પાસે 17 પીસીઆર વાન ઉપલબ્ધ છે જે તમામ પીસીઆર વાન હવે જનરક્ષક 112 હેલ્પલાઇનનું સ્વરૂપ ધારણ કરી રહી છે જયારે વધુ 16 પીસીઆર વાનને મંજૂરી મળી ચુકી છે જેથી ટૂંક સમયમાં વધુ 16 જનરક્ષક વાન રાજકોટ શહેર પોલીસને ફાળવવામાં આવનાર છે.

પોલીસની પીસીઆર વાન પર હવે ‘100’ની જગ્યાએ ‘112’ લખેલું જોવા મળશે
હવે જનરક્ષક હેલ્પલાઇનની અમલવારી રાજકોટ શહેરમાં થવા જઈ રહી છે ત્યારે શહેર પોલીસની તમામ 17 પીસીઆર વાન પર હવે ’100’ ની જગ્યાએ હવે ડાયલ 112 લખેલું જોવા મળશે. 112 હેલ્પલાઇનનો મુખ્ય કંટ્રોલરૂમ ગાંધીનગર ખાતેથી કાર્યરત રહેશે અને સાથોસાથ જે તે શહેર-જિલ્લાના કંટ્રોલરૂમમાં પણ પીસીઆરનું મોનીટરીંગ કરવામાં આવશે. જેથી હવે 112 નંબર ડાયલ કરતા પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન સહિતની તમામ સહાયતા એક જ નંબર પરથી લોકોને મળી રહેશે. જનરક્ષક 112 હેલ્પલાઇન શરૂ થતા 100 નંબર તાત્કાલિક બંધ કરી દેવામાં આવશે તેવું સહેજ પણ નથી પરંતુ લોકો 100 નંબર ડાયલ કરશે તો કોલ આપોઆપ 112 નંબર પર ટ્રાન્સફર થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સહાયતાના કોલ બાદ 48 કલાક પછી અરજદારોના ેફીડબેક લેવાશે
જનરક્ષક હેલ્પલાઇનનું કંટ્રોલરૂમ ગાંધીનગર ખાતે ઉભું કરવામાં આવ્યું છે. જે રાજ્યની તમામ પીસીઆર વાનનું મોનીટરીંગ કરશે. સાથોસાથ અલગ અલગ શહેર-જિલ્લાના પોલીસ કંટ્રોલરૂમમાં પણ પીસીઆર વાનનું મોનીટરીંગ કરવામાં આવનાર છે. જેથી સહાયતા માટે મળેલા કોલથી માંડી રિસ્પોન્સ આપ્યાના સમયનું મોનીટરીંગ બે-બે સ્થળો પર કરવામાં આવશે. વધુમાં એસીપી વી.જી.પટેલે જણાવ્યું હતું કે, સહાયતાના કોલ બાદ 48 કલાક પછી અરજદારોનું ફીડબેક પણ લેવામાં આવશે.

કેવી રીતે હેલ્પલાઇન નંબર કામ કરશે?
કોઈ પણ અરજદાર જયારે 112 હેલ્પલાઇન નંબર ડાયલ કરશે તો સીધો જ ગાંધીનગર કંટ્રોલરૂમ ખાતે કોલ કનેક્ટ થઈ જશે. જે બાદ પીસીઆર વાનના જીપીએસ લોકેશનના આધારે નજીકમાં રહેલી પીસીઆર વાનને આપવામાં આવેલ ટેબ્લેટ પર ડિજિટલી વર્ધી આપવામાં આવશે. જે બાદ પીસીઆર વાન લોકેશનના આધારે બનાવ સ્થળે મદદે પહોંચશે. બાદમાં પીસીઆર વાનના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ પણ ડિજિટલી જ અપલોડ કરવામાં આવશે.

You Might Also Like

જામકંડોરણા પાસે ખાનગી બસમાંથી દાગીનાની ચોરી કરનાર ટોળકી ઝડપાઇ

સૌરાષ્ટ્ર યુનિ.માં 12-13 ફેબ્રુઆરીએ ‘અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ’: દેશભરના સંસ્કૃત વિદ્વાનોનો જમાવડો

બાળકો રમતા-રમતા ભણશે: યુવા અનસ્ટોપેબલના સહયોગથી 10 આંગણવાડીઓ બની ‘સ્માર્ટ’

મનપાના શાસકોએ ‘જતાં-જતાં’ છઠ્ઠું બજેટ આપ્યું પણ અમલ વખતે તેઓ ખુરશી પર નહીં હોય!

1.62 કરોડની ચાંદી ચોરીમાં 8 દિવસમાં 4 આરોપી 110 કિલો ચાંદી સાથે ગિરફતાર

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બોઇંગ વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ તપાસો, જરૂર પડે તો રિપેર કરો અથવા બદલો: બ્રિટન
Next Article રીએલ એસ્ટેટની ‘માઠી દશા’: 1.77 લાખ આવાસ વેંચાતા નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકી પર કર્મચારીનો હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ધ્રાંગધ્રાના ક્લબ રોડ વિસ્તારમાં દીવાલ તોડવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો
100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી
ભડિયાદ વિસ્તારમાં સફાઈ કામગીરીનું નાયબ કમિશનર દ્વારા ઓચિંતું નિરીક્ષણ
ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી સી.સી. રોડ બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત
અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જામકંડોરણા પાસે ખાનગી બસમાંથી દાગીનાની ચોરી કરનાર ટોળકી ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિ.માં 12-13 ફેબ્રુઆરીએ ‘અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ’: દેશભરના સંસ્કૃત વિદ્વાનોનો જમાવડો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

બાળકો રમતા-રમતા ભણશે: યુવા અનસ્ટોપેબલના સહયોગથી 10 આંગણવાડીઓ બની ‘સ્માર્ટ’

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?