નિદાન માટે એકસ-રે કાઢવામાં આવ્યો તો ખબર પડી કે તેના પેટમાં 100 ગ્રામનું સોનાનું બિસ્કીટ
ચીનના સુઝોઉ શહેરમાં ડીઆન અટક ધરાવતાં 11 વર્ષના છોકરાને પેટમાં ખૂબ દુ:ખાવો ઉપડયો હતો તેનું પેટ ફુલી ગયુ હતું. તરત જ તેના પેરેન્ટસ દીકરાને લઈને ચિલ્ડ્રન હોસ્પીટલ પહોંચ્યા હતા ત્યાં ડોકટરોને પહેલા તો પેટ ફુલવાનું કારણ સમજાયું નહીં.
- Advertisement -
નિદાન માટે એકસ-રે કાઢવામાં આવ્યો તો ખબર પડી કે તેના પેટમાં 100 ગ્રામનું સોનાનું બિસ્કીટ છે.એ પછી દીકરાએ કહ્યું કે થોડા દિવસ પહેલાં તે રમત રમતમાં સોનાનું બિસ્કીટ ગળી ગયેલો જે હજુ તેના પેટમાંથી નીકળ્યુ નથી. શરૂઆતમાં તો ડોકટરોએ વિચાર્યું કે રેચક દવાઓ આપીને જુલાબ કરાવીને જ સોનાનું બિસ્કીટ પેટમાંથી નીકળે એની રાહ જોઈએ.બે દિવસ હેવી રોચક દવાઓ આપી હોવા છતાં ગોલ્ડ બહાર નીકળ્યો નહિં એટલે ફરી એકસ-રે કઢાવ્યો.
ગોલ્ડ બાર પહેલાં જે જગ્યાએ હતો ત્યાં જ ફસાઈ ગયો હોવાથી સર્જરી સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નહોતો. બે સર્જનોએ અડધો કલાકની સર્જરી કરીને ગોલ્ડ બહાર કાઢી લીધો અને હવે છોકરો નોર્મલ છે.