ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ ક્લબ સંચાલિત સિનિયર સિટીઝન પાર્ક ઈવનિંગ પોસ્ટમાં તા. 11 ડિસેમ્બર ને બુધવારના સાંજે 5-30 કલાકે હાર્મોનિયમ મ્યુઝિકલ દ્વારા સંગીત સંધ્યા, તા. 12 ડિસેમ્બર ને ગુરુવારના સાંજે 5-30 કલાકે ઓમકાર મ્યુઝિકલ દ્વારા સંગીત સંધ્યા, તા. 13 ડિસેમ્બર ને શુક્રવારના રોજ સાંજે 5-30 કલાકે ઝનકાર મ્યુઝિકલ દ્વારા સંગીતસંધ્યા, તા. 14 ડિસેમ્બર ને શનિવારના સંજે 5-30 કલાકે જલસા મ્યુઝિકલ દ્વારા સંગીતસંધ્યા અને તા. 15 ડિસેમ્બર ને રવિવારના સાંજે 5-30 કલાકે સુરસનમ મ્યુઝિકલ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. સરગમ ક્લબના ઈવનિંગ પોસ્ટના સભ્યોને આઈકાર્ડ પર પ્રવેશ મળશે. કાર્યક્રમને સફળ બનાવવા સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, ઈવનિંગ પોસ્ટના ઈન્ચાર્જ મનસુખભાઈ મકવાણા, સહઈન્ચાર્જ જયપાલસિંહ ઝાલા, હરનેશભાઈ સોલંકી, દિપકભાઈ અમૃતલાલ, જગદીશ રાણપરા, સલીમભાઈ ચાનીયા અને સબ્બીરભાઈ ધાનાણી સહિતનાએ જહેમત ઉઠાવી છે.
11થી 15 ડિસે. સુધી ઈવનિંગ પોસ્ટના સિનિયર સિટિઝન માટે સંગીત સંધ્યા કાર્યક્રમ
