દેશભરમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ભારત દેશના દરેક નાગરિકમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન થાય અને તિરંગા પ્રત્યે સન્માનની ભાવના કેળવાય તેવા આશય સાથે ઉજવણી કરવા જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન થઇ રહ્યું છે ત્યારે રાજકોટ ડિવિઝન હેઠળ આવતી પોસ્ટ ઓફિસોમાં છેલ્લા 10 દિવસમાં 11 હજાર રાષ્ટ્રધ્વજનું વેચાણ કરાયું હોવાનું પોસ્ટના અધિકારીઓએ જણાવ્યું છે.
આ ઉપરાંત 500થી વધુ રાષ્ટ્રધ્વજ પોસ્ટલ કર્મચારીઓએ ઘેર ઘેર જઈને આપ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાષ્ટ્રધ્વજની ડિમાન્ડ ખૂબ વધી રહી છે. હાલ તિરંગાની ડિમાન્ડ ખૂબ વધુ છે જેની સામે પોસ્ટ ઓફિસોમાં સ્ટોક પ્રમાણમાં ઓછો છે. પોસ્ટ ઓફિસમાં રૂ. 25ની કિંમતે 2 બાય 3 ફૂટની સાઈઝનો સિન્થેટિક મટિરિયલનો રાષ્ટ્રધ્વજ લોકો લઇ શકે છે.
- Advertisement -
રાજકોટ ડિવિઝન હેઠળ આવતી 248 પોસ્ટ ઓફિસમાં હાલ રાષ્ટ્રધ્વજનું વેચાણ ચાલુ છે.