ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વીવીપી કોલેજની યશકલગીમાં તાજેતરમાં વધુ પીછા ઉમેરાયા છે, જેમાં વી. વી. પી. એન્જીનિયરીંગ કોલેજનાં એક સાથે 11 વિદ્યાર્થીઓએ ‘ગેટ-2025’ પરીક્ષા પાસ કરી છે, જેમાં ધ્યેય દુધાત-મીકેનીકલ, વિપુલ જોશી-કેમિકલ, ધવલ ઠુમ્મર-કેમિકલ, હર્ષિત ચિત્રોડા-કમ્પ્યુટર, ભાવેશ પાટડિયા-કોમ્પ્યુટર, કિશન લામ્બરીયા-કોમ્પ્યુટર, યશરાજસિંહ જાડેજા- સિવિલ, રંગાણી અવધ- આઈ. ટી., સુકેતુ રોલા-આઈ. ટી., અજયસિંહ ઝાલા-આઈ. ટી., ઉત્સવ મેહતા-આઈ. ટી. ઉત્તીર્ણ થયા છે જે ખૂબ મોટી સફળતા ગણી શકાય છે.
- Advertisement -
‘ગેટ-2025’ પરીક્ષા એટલે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જીનિયરીંગ, કે જે રાષ્ટ્ર કક્ષાની પરીક્ષા છે. જે રાષ્ટ્રની સાત ખ્યાતનામ આઈ. આઈ. ટી. દ્વારા દર વર્ષે લેવામાં આવે છે. ઘણાં પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ (ઙજઞત) ગેટની પરીક્ષાનાં સ્કોર પરથી ઉચ્ચ કક્ષાનાં સ્ટાફની ભરતી કરે છે. ગેટની પરીક્ષાનાં સ્કોર ઉપરથી ખ્યાતનામ આઈ. આઈ. ટીમાં માતબર સ્ટાઇપેન્ડ સાથે માસ્ટર્સ તેમ જ પી. એચ. ડી. કોર્સ કરવાની તક મળે છે. આમ, એક સાથે 11 વિદ્યાર્થીઓને ‘ગેટ-2025’ પરીક્ષા ક્રેક કરવા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓશ્રી કૌશિકભાઈ શુક્લ,ડો. સંજીવભાઈ ઓઝા, શ્રી હર્ષલભાઈ મણિયાર, ડો. નરેન્દ્રભાઇ દવે, ડો. નવીનભાઈ શેઠ તથા પ્રિન્સીપાલશ્રી પિયુષભાઈ વણઝારા, તમામ વિભાગનાં વડાશ્રીઓ તથા સમગ્ર કર્મચારીગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં તથા તમામ વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહે અને આવી પરંપરા જાળવી રાખે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં
આવેલ છે.