3 દિવસ સુધી ચાલનારા ‘એનર્જી વીક’ દરમિયાન રિન્યુએબલ એનર્જીની તરફ ભારતના વધતાં પગલાંને હાઈલાઈટ કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં ઈન્ડિયા વીક 2023નું ઉદઘાટન કરશે. આ દરમિયાન 11 રાજ્યમાં ઊ20 પેટ્રોલની શરૂઆત પણ થશે, જે 20% ઈથેનોલમા મિશ્રણથી બને છે. આ ઉપરાંત મોદી સોલર કૂકિંગ સિસ્ટમને પણ રજૂ કરશે. એનર્જી વીક 6 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી ચાલશે.
ઙખ મોદીએ રવિવારે ટ્વીટ કરીને કર્ણાટકના પ્રવાસ બાબતે માહિતી આપી હતી. તેમણે કહ્યું- હું કાલે (6 ફેબ્રુઆરી)એ કર્ણાટકમાં રહીશ. બેગલુરુમાં હું ઈન્ડિયા એનર્જી વીક 2023માં ભાગ લેવાનો છું. ત્યાર બાદ હું અનેક વિકાસકાર્યોનો પ્રારંભ કરાવવા અને અનેક પ્રોજેક્ટ્સની શરૂઆત કરાવવા માટે તુમકુરુ જઈશ.
એક સત્તાવાર નિવેદન મુજબ, 3 દિવસ સુધી ચાલનારા આ એનર્જી વીકનો હેતુ રિન્યુએબલ એનર્જીની તરફ ભારતના વધતાં પગલાંને હાઈલાઈટ કરવાનો છે. એમાં દુનિયાભરના 30થી વધુ મંત્રીઓ સામેલ થશે. ભારતની એનર્જી અને એના ફ્યુચર સાથેના પડકારો અને તકો બાબતે ચર્ચા કરવા માટે 30 હજારથી વધુ પ્રતિનિધિ અને 500 સ્પોક્સપર્સન આવશે.
આ દરમિયાન ઙખ મોદી 20% ઈથેનોલ મિશ્રિત ઊ20 પેટ્રોલની શરૂઆત કરાવશે. ઊ20 પેટ્રોલનું વેચાણ 11 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થશે. સરકારે 2025 સુધી માત્ર ઊ20 પેટ્રોલના વેચાણનો જ ટાર્ગેટ રાખ્યો છે. આ સિવાય પીએમ પેટ્રોલ પંપ પર તહેનાત કર્મચારીઓ માટે ખાસ ડ્રેસ ‘અનબોટલ્ડ’ને પણ રજૂ કરશે. ઇન્ડિયન ઓઇલે પ્લાસ્ટિકની બોટલને રિસાઇકલિંગ કરીને આ ડ્રેસ તૈયાર કર્યો છે.