R.S. ગૃહઉદ્યોગ, શ્રીરામ ગૃહઉદ્યોગ સહિતનાને કુલ રૂા. 7 લાખથી વધુનો દંડ ફટકારતા અધિક કલેકટર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્યપદાર્થના 11 નમૂના ફેઈલ (સબસ્ટાન્ડર્ડ તથા મિસબ્રાન્ડેડ) જાહેર થતાં નામદાર એજ્યુડિકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂા. 7,40,000ના દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આર.એસ. ગૃહઉદ્યોગ, ચુનારાવાડ શેરી નં. 1- ચણા લુઝનો નમૂનો પૃથ્થકરણ રિપોર્ટમાં ધારાધોરણ કરતાં વધુ મોઈશ્ર્ચર, ફોરેન મેટર તથા સડેલા દાણા હોવાને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે જે અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેકટર રાજકોટ દ્વારા નમૂનો આપનાર પેઢીના માલીક રબ્બીભાઈ બસંતભાઈ ગુપ્તાને રૂા. 5,00,000ના દંડનો હુકમ, શ્રીરામ ગૃહઉદ્યોગ- અશોક ગાર્ડનની બાજુમાં- કેસર શીખંડ (લુઝ)નો નમૂનો પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી તેમજ સિન્થેટિક ફૂડ કલર ટાર્ટ્રાઝીન અને સનસેટ યેલો એફ.સી.એફ.ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે, પેઢીના માલીક સંજયભાઈ ડાયાભાઈ ટાંકને રૂા. 1,25,000ના દંડનો હુકમ, નીતાસ- ચુનારાવાડ શેરી નં. 4માં સ્વસ્તિક રિફાઈન્ડ કપાસિયા તેલ (1 લીટર પેક્ડ બોટલ)નો નમૂનો પૃથ્થકરણ રિપોર્ટમાં કપાસિયા તેલની ગેરહાજરી તથા લાયસન્સ નંબર એફએસએસએઆઈ લોગો તથા એક્સપાયરી ડેટ માર્કિંગ ન હોવાને લીધે નમૂનો સબસ્ટાન્ડર્ડ તથા મિસબ્રાન્ડેડ જાહેર થયો છે, પેઢીના માલીક સુનીલભાઈ હરેશભાઈ રાવતાનીને તથા રિપેકર પેઢીના માલીક વિમલભાઈ નટવરલાલ તન્નાને કુલ મળીને રૂા. 1,05,000ના દંડનો હુકમ અને શ્રી જય અંબે એન્ટરપ્રાઈઝ- પ્લોટ નં. 11-14 કોઠારીયા શ્રી પારસ દીવાબત્તી નોન એડિબલ 15 કિ.ગ્રા. પેક્ડ ટીનનો નમૂનો પૃથ્થકરણ રિપોર્ટમાં લેબલ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ (લેબલિંગ એન્ડ ડિસ્પ્લે) રેગ્યુલેશન 2020 અને તે અંગેના નિયમો મુજબ નમૂનો મિસબ્રાન્ડેડ જાહેર થયો છે, નમૂનો આપનાર પેઢીના માલીક આસનદાસ જામનદાસ લાલવાણીને રૂા. 25,000ના દંડનો હુકમ ફરમાવવામાં આવ્યો છે.
વધુમાં શ્રી ગાયત્રી ડેરી ફાર્મ રામેશ્ર્વર ચોકમાંથી ડ્રાયફ્રૂટ કેસર શીખંડ (લુઝ)નો નમૂનો પૃથ્થકરણ રિપોર્ટમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતી નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે, પેઢીના માલીક મનીષભાઈ જેસીંગભાઈ સાકરિયાને રૂા. 25,000ના દંડનો હુકમ, યોગેશ્ર્વર ડેરી ફાર્મ સાગર સોસાયટીમાંથી કેસર શીખંડ (લુઝ)નો નમૂનો પૃથ્થકરણ રિપોર્ટમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો, પેઢીના માલીક દીપકભાઈ ચકુભાઈ વોરાને રૂા. 25,000ના દંડનો હુકમ અને દીવેલનું ઘી (લુઝ)નો નમૂનો પૃથ્થકરણ રીપોર્ટમાં ફોરેન ફેટ (વનસ્પતિ ફેટ) તથા હળદરની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે, નમૂનો આપનાર નિશાંતભાઈ નાગજીભાઈ સતાશીયા (ન્યુ વૃંદાવન ડેરી ફાર્મ, નાલંદા સ્કૂલ પાસે શ્યામ એપાર્ટમેન્ટ, વિરાટનગર મે. રોડ) પેઢીના માલીકને રૂા. 25,000ના દંડનો હુકમ, શ્રી જનતા સ્વીટ- અંબિકા ટાઉનશીપ- પનીર લુઝનો નમૂનો પૃથ્થકરણ રીપોર્ટમાં ફોરેન ફેટ (વેજિટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો, પેઢીના માલીક રાજ નરેન્દ્રભાઈ કંટેસરીયાને રૂા. 10,000ના દંડનો હુકમ, જય કિશાન ડેરી ફાર્મ- નંદા હોલ સામે મીક્સ દૂૂધનો નમૂનો પૃથ્થકરણ રીપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે, પેઢીના માલીક પરસોતમભાઈ ધરમશીભાઈ લીંબાસીયાને રૂા. 10,000ના દંડનો હુકમ, સીતારામ ડેરી ફાર્મ- રાધિકા પાર્ક મોરબી રોડ હાઈવે- શુદ્ધ ઘી (લુઝ)નો નમૂનો પૃથ્થકરણ રિપોર્ટમાં વેજિટેબલ ઓઈલની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો, પેઢીના માલીક અશોકભાઈ પરસોતમભાઈ શંખાવરાને રૂા. 5000ના દંડનો હુકમ કરવામાં આવ્યો છે તથા મંત્રમહેલ- મનહર પ્લોટ 10 ફરાળી લોટ (લુઝ)નો નમૂનો પૃથ્થકરણ રીપોર્ટમાં ઘઉંના લોટની સ્ટાર્ચની હાજરી મળી આવતાં નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો, પેઢીના માલીક મોહીતભાઈ ખીમજીભાઈ પરમારને રૂા. 5000ના દંડનો હુકમ કરવામાં આવ્યો છે. આમ ખાદ્યપદાર્થના 11 નમૂના સબસ્ટાન્ડર્ડ અને મિસબ્રાન્ડેડ જાહેર થતાં તમામ પેઢીના માલીકો પાસેથી કુલ મળીને રૂા. 7,40,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.



