વિધાનસભાના પ્રથમ દિવસે કોંગી MLAનો પ્રશ્ર્ન: ગુજરાતમાં દર મહિને 45 મહિલા દુષ્કર્મનો ભોગ બને છે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. પહેલા દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાડી ભેટ કરી રાષ્ટ્રપતિનું સન્માન કર્યું હતું. તેમજ દ્રૌપદી મુર્મુના હસ્તે ઈ-વિધાનસભા એલ લોન્ચ કરવામાં આવી હતી. વિધાનસભા સત્રમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ પ્રશ્ર્ન કર્યો હતો કે, ગુજરાતમાં દર મહિને 45 મહિલા દુષ્કર્મનો ભોગ બને છે. ત્યારે હર્ષ સંઘવીએ જવાબમાં જણાવ્યું હતું કે, ગાંધીની ભૂમિ પર આ ક્રાઈમ રેટ પોષાય નહીં. ગુજરાત વિધાનસભામાં રાજ્યની મહિલાઓના સુરક્ષાને લઇને કોગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી અને શૈલેષ પરમારે સવાલ ઉઠાવ્યા હતા. રાજ્યમાં મહિલા સુરક્ષા માટે કમિટી ક્યારે બાનવાવમાં આવશે? તે બાબતે કોગ્રેસના બન્ને ધારાસભ્ય દ્વારા સરકારને પ્રશ્ર્ન કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં કોગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તુષાર ચૌધરીએ ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચારના આંકડા રજૂ કરીને સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ નેશનલ ક્રાઈમ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા બળાત્કાર અને મહિલા અત્યાચારના આંકડા રજૂ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દર વર્ષે 550 મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે. રાજ્યમાં દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર થાય છે. રાજ્યમાં દર મહિને 100 મહિલાઓ પર હુમલા થાય છે. આ મહિલાઓના સુરક્ષા માટે રાજ્ય સરકારે કોઇ કમિટી બનાવી છે કે નહીં? અથવા રાજ્ય સરકાર કમિટી બનાવવા માગે છે કે નહીં? આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે મહિલા સુરક્ષા માટે કમિટી ક્યારે બનાવશો? તેની માહિતી સરકાર પાસે માગી હતી. રાજ્યમાં મહિલા સુરક્ષા અને કમિટી બનાવવા બાબતે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં બળાત્કારના 11 આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. બળાત્કાર જેવા ગુના સાથે જોડાયેલા 68 આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. રાજ્ય પોલીસે બળાત્કાર જેવા ગુનામાં 24 કલાકમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. સુરતમાં બળાત્કાના ગુનામાં આરોપીને 60 દિવસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં બળાત્કાર જેવી એક પણ ગુનો ન નોંધાઇ તે માટે પોલીસ રાત-દિવસ કામગીરી કરી રહી છે. દેશમાં અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં ક્રાઈમ રેટ ખૂબ ઓછો છે. દેશમાં બળાત્કારનો ક્રાઈમ રેટ 4.8 ટકા છે જ્યારે ગુજરાતનો ક્રાઈમ રેટ 1.8 ટકા છે. મારું માનવું છે કે ગુજરાતનો ક્રાઈમ રેટ 1.8 ટકા વધુ છે. ગુજરાતમાં એક પણ બળાત્કાર ગુનો નોંધાઈ તો સદનમાં બેઠેલા બધા માટે શરમજનક બાબત છે.
- Advertisement -
ગુજરાતના ખૂણે ખૂણે મહિલાઓને સુરક્ષા ભાજપ સરકારે આપી
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાના પ્રશ્ર્નનો જવાબ આપતાં જણાવ્યું હતુ કે, મહિલા સુરક્ષા સમિતિ મામલે 27 વર્ષથી પેન્ડિંગ નથી. કમિટી 2014 અને 2017માં બનાવામાં આવી હતી પણ સમય પૂર્ણ થઈ ગયો છે. મહિલા સુરક્ષા માટે સમિતિ ઝડપી બનાવીશું. 27 વર્ષમાં ગુજરાતના ખૂણે ખૂણે મહિલાઓને સુરક્ષા ભાજપે આપી છે.ને 2017માં બનાવામાં આવી હતી પણ સમય પૂર્ણ થઈ ગયો છે. મહિલા સુરક્ષા માટે સમિતિ ઝડપી બનાવીશું. 27 વર્ષમાં ગુજરાતના ખૂણે ખૂણે મહિલાઓને સુરક્ષા ભાજપે આપી છે.
રાષ્ટ્રપતિએ ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા
ગુજરાતમાં આવવું મારું સૌભાગ્ય છે, આજે ભૂપેન્દ્ર પટેલની સરકારને બે વર્ષ પૂર્ણ થયા છે એટલે તેમને શુભેચ્છા પાઠવું છું. ગુજરાતે ભારતના ભવિષ્યને જોયું છે. મોરારી દેસાઈએ દેશના વડાપ્રધાન તરીકે ભૂમિકા ભજવી છે. આપણો દેશ કુશળ નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે. જોકે વિધાનસભા સત્રના પહેલા દિવસે જ વિવાદ થયો હતો અને અમિત ચાવડા, ચૈતર વસાવા, શૈલેષ પરમારે મુખ્યમંત્રી અને મંત્રીઓના સન્માન કરવાની ના પાડી દીધી હતી. તેમજ કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓએ પોસ્ટર સાથે ‘બંધ કરો ભાઈ બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરો’ના સુત્રોચ્ચાર કર્યા હતા.



