હોરી કાઉન્ટી પોલીસે લિટલ રિવરમાં રાત્રે 9:30 વાગ્યે થયેલા ગોળીબારમાં ઘાયલ થયેલા કોઈપણ વ્યક્તિની સ્થિતિ જણાવી નથી
દક્ષિણ કેરોલિનાના બીચ ટાઉનમાં રવિવારે રાત્રે થયેલા ગોળીબાર બાદ ઓછામાં ઓછા 11 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
- Advertisement -
હોરી કાઉન્ટી પોલીસે જણાવ્યા પ્રમાણે, લીટલ રિવરમાં રવિવારે રાત્રે 9.30 વાગ્યે આ દુર્ઘટના બની હતી. મોટાભાગના ઈજાગ્રસ્તો ખાનગી વાહનોમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જો કે, પોલીસે અંધાધૂધ ગોળીબારમાં ઘાયલોની સ્થિતિ વિશે કોઈ માહિતી આપી ન હતી.
હુમલાનું કારણ અકબંધ
ઓથોરિટીએ હજી સુધી આ હુમલાના શંકાસ્પદ આરોપી વિશે જાણકારી આપી નથી. આ ગોળીબાર એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો કે, પછી વધુ હુમલાખોરો સામેલ હોવાની પણ હાલ જાણકારી મળી નથી. હુમલા પાછળનું કારણ પણ જાણી શકાયુ નથી. ઈન્ટ્રાકોસ્ટલ વોટરવે નજીક રહેણાંક વિસ્તારમાં ગોળીબાર થયો હતો. વીડિયો ફૂટેજમાં વિસ્તારમાં ડઝનથી વધુ પોલીસ તૈનાત થઈ છે. મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ પણ જોવા મળી હતી.