સંસદીય સમિતિએ દવાનાં ફોર્મ્યુલેશન પર 50 ટકા ભાવ વધારાને મંજૂરી આપવા બદલ દવાના ભાવ નિયમનકાર પાસેથી જવાબ માંગ્યો
રસાયણો અને ખાતરો પરની સંસદીય સ્થાયી સમિતિએ ઓક્ટોબરમાં 11 દવાઓના ફોર્મ્યુલેશન પર 50 ટકા ભાવ વધારાને મંજૂરી આપવા માટે ભારતનાં ડ્રગ પ્રાઇસિંગ રેગ્યુલેટરની ટીકા કરી છે, અને કહ્યું છે કે આ પગલું સમગ્ર દેશમાં “ગરીબો” પર અસર કરે છે.
- Advertisement -
ગંભીર ચિંતા વ્યક્ત કરતાં સમિતિએ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી પાસેથી વિગતવાર ખુલાસાની માંગ કરી છે. એનપીપીએએ 15 ઓક્ટોબરના આદેશમાં 11 દવાઓનાં ફોર્મ્યુલેશનના ભાવમાં 50 ટકાનો વધારો કર્યો હતો. એનપીપીએ જણાવ્યું કે, આ વર્ષોથી વધતાં ઉત્પાદન ખર્ચને સમાવવા માટે ભાવ વધારાની વિનંતી કરતી અનેક અરજીઓના જવાબમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો.
જો કે, દવાઓની વધતી કિંમતો “સમગ્ર રાષ્ટ્રને અસર કરે છે, ખાસ કરીને ગરીબ અને અત્યંત ગરીબને વધુ અસર કરે છે,” અહેવાલમાં જણાવાયું છે કે એનપીપીએ દવાની કિંમતો પર દેખરેખ રાખવા અને તેને લાગું કરી શકે છે. એનપીપીએ ડ્રગ્સ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડરના ફકરા 19 નો ઉપયોગ કરીને કિંમતોમાં વધારો કર્યો હતો જે તેને અમુક સંજોગોમાં દવાની કિંમતો સુધારવા અથવા બદલવાની સત્તા આપે છે.
નિયમનકારે કહ્યું હતું કે, તેણે 11 દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કિંમતોમાં વધારો કર્યો છે, જેમાંથી મોટાભાગની અસ્થમા, ગ્લુકોમા, થેલેસેમિયા, ક્ષય રોગ અને માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓ સહિતની વિવિધ પરિસ્થિતિઓ માટે ઉપયોગમાં લેવાય છે.