આણંદના બોરસદ તાલુકામાં મેઘરાજાએ ભારે ધબધબાટી મચાવાત તારાજી સર્જી દીધી, સરકારે પરસ્થિતિને પહોંચી વળવા NDRFની મદદ લીધી
- Advertisement -
આણંદમાં જિલ્લામાં ગુરુવાર બપોર બાદથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત્રે 10 વાગ્યા બાદ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોરસદની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને બહાર નિકળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. કેટલાક સ્થળોએ બચાવ કામગીરી માટે NDRFની ટીમોની મદદ લેવી પડી હતી. અને પાણીમાં ફસાયેલા 300 લોકોને દોરડાના સહારે બહાર કાઢયા હતા. બોરસદ તાલુકામાં પ્રથમ વરસાદમાં ખેતરો પાણી પાણી થઈ ગયા હતા.બોરસદનો વનતળાવ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અહીં રહેતા 100 પરિવારની માલ મિલકત પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. વનતળાવ વિસ્તારમાં પાણીના વહેણમાં તણાઈ જતાં એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ યુવકને શોધવા માટે કામે લાગી છે
બોરસદના સિસ્વા અને ભાદરણ ગામે વરસાદી પાણી ભરતાં લોકોનું સ્થળાંતર
આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આભ ફાટતા ભારે તારાજી સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગુરુવારે મધ્યરાત્રે ગાજવીજ અને તોફાની પવનોની સાથે ખાબકેલા વરસાદથી માત્ર 4 કલાકમાં જ જળબંબાકારની પરિસ્ખતિ ઉભી થઈ છે.બીજી તરફ બોરસદ તાલુકાના સિસ્વ અને ભાદરણ ગામમાંથી લોકોને સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે. જેમાં સિસ્વામાં 380 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે ભાદરણ ગામમાં 250 લોકોનું સ્થળાંતર કરાયું છે. તો આ તરફ સ્થળાંતર કરેલા લોકો માટે તંત્ર દ્વારા નજીકની સ્કૂલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
- Advertisement -
આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં 11 ઈંચ વરસાદ ખાબકતાં થયું પાણી પાણી
બોરસદમાં 11 ઈંચ વરસાદ થયો હતો.જ્યારે આંકલાવમાં 3 ઈંચ, આણંદમાં 1 ઈંચ વરસાદ, તારાપુરમાં 2 ઈંચ, પેટલાદ 2 ઈંચ અને સોજિત્રામાં અઢી ઈંચ વરસાદ થયો હતો. જોકે બોરસદમાં થયેલા વરસાદે ખેતીને ભારે નુકસાન પહોંચાડયું હતું. બોરસદમાં વરસાદ રાહત નહીં પણ આફતરૂપે વરસતા સ્થિતિ વિકટ બની હતી.હવામાન વિભાગના મતે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.
વરસાદના 24 કલાક બાદ પણ નથી ઉતર્યા પાણી
બોરસદમાં આકાશમાંથી આફત વરસતાં ભારે જળબંબાકારની પરિસ્થિત સર્જાઈ છે. તમામ જગ્યાએ પર ગોઠણ સુધીના પાણી ભરાયા હોવાનું નજેર પડી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં ગળાડૂબ તો કેટલાક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરની અંદર 2-4 ફૂટ સુધીનું પાણી ભરાઈ ગયું છે. લોકોનું કહ્યા પ્રમાણે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદના કારણે ઘર વખરીને સરખી ગોઠવવાનો પણ સમય નહતો મળ્યો. વરસાદ બંધ થયા પછી પણ ઘણાં વિસ્તારોમાં પાણી ઉતરી રહ્યાં નથી. બીજી તરફ આસ-પાસ 500 જેટલા મકાનોમાં વીજળી ગુલ થતાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.