13000 યુવાનો પ્રથમ વખત મત આપશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કાલે મતદાન છે ત્યારે ગીર-સોમનાથ જિલ્લાની ચાર બેઠક માટે મતદાનને લઇ ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે.
અહીંની સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઊના એમ ચાર વિધાનસભા બેઠક પર 588 બુથ પર 1077 મતદાન મથકો ઉભા કરાયા છે. જયાં 9.99 લાખ મતદારો છે.
ગીર-સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યુ હતુ કે જિલ્લામાં પુરૂષ મતદારો 5,09,991, સ્ત્રી મતદારો 4,89,413, અન્ય 11 સહિત કુલ 9,99,415 મતદારોની સંખ્યા 13,000, 20 થી 29 વર્ષના મતદારોની સંખ્યા 2,46,174 છે. જિલ્લામાં 80થી વધુ વર્ષના 19,171, દિવ્યાંગ મતદારો 9,7,34 અને સેવા મતદારો 874 છે. જિલ્લામાં ચાર વિધાનસભા મતદાર વિભાગોના કુલ મતદાન મથકો 1077 છે. જે પૈકી શહેરની મતદાન મથકો 261 તેમજ ગ્રામ્ય મતદાન મથકો 816 છે. તમામ મતદાન મથકોએ રેમ્પ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. મત ગણતરી તા.8 ડિસેમ્બરે એન.જે.સોનેચા કોલેજ ખાતે યોજાશે.
યુવાઓ દ્વારા ઇણાજમા એક મતદાન મથકનું સંચાલન કરાશે. 28 સખી મતદાન મથકો મોડલ ઇકોફ્રેન્ડલી અને યુવા મતદાન મથક હશે. દરેક મતદાન મથક પર મતદાન સહાયતા કેન્દ્ર હશે. જયારે 538 બુથ પર લાઇવ વેક કાસ્ટિંગ કરાશે.