મોટા મવાની 1000 ચો.મી. જમીન ફર્ટિલાઈઝર કંપનીને લીઝથી અપાશે
બેઠકમાં કુલ 29 દરખાસ્ત મૂકાશે: બજરંગવાડીમાં આરોગ્ય કેન્દ્ર બનાવવા રજૂઆત
- Advertisement -
વોર્ડ નં. 2 અને 11માં પેવિંગ બ્લોક નખાશે
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાશે. જેમાં 29 જેટલી દરખાસ્તોને કમિટી સમક્ષ રજૂ કરાશે. જેમાં મુખ્યત્વે રાજકોટ મનપાની ટી.પી. સ્કીમ નં. 10 (મોટા મવા)ના ‘વાણિજ્ય વેચાણ’ હેતુ માટે અનામત રાખવામાં આવેલા પ્લોટ નં. 11-એ પૈકી, 1000 ચો.મી. જમીન ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડને વેચાણથી આપવા અંગે તેમજ રાજકોટ શહેરમાં જાહેર હિતમાં લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ, જી.પી.એમ.સી. એક્ટની કલમ 210 અને 212 અન્વયે જાહેર કરવામાં આવે તેવા કિસ્સામાં વૈકલ્પિક વળતર તરીકે ટીડીઆર (તબદિલીપાત્ર વિકાસના હકો)નો સમાવેશ કરવા સહિતની 27 જેટલી દરખાસ્તોને મંજૂરી અપાશે.
વધુમાં રાજકોટ મનપાના પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે બ્લેક શ્ર્વાન અને ક્રાઉન પીઝીયનનું પાંજરુ બનાવવાના કામ માટે રૂા. 20,71,000નું એસ્ટીમેન્ટ મંજૂર થયું છે જેનું અંદાજે 180 ચો.મી. બાંધકામ થશે તથા શહેરમાં પાઈપલાઈનની સુવિધાવિહોણા વિસ્તારોમાં ટ્રેકટર દ્વારા પાણી વિતરણ કરવા અંગે તથા મુખ્યત્વે રાજકોટ મહાનગરપાલિકાને ટી.પી. સ્કીમ અંતર્ગત વાણિજ્ય વેચાણના હેતુ માટે અનામત રાખવામાં આવેલા પ્લોટ્સ મળ્યા છે.
મનપાના બજેટમાં રાખવામાં આવેલી જોગવાઈની રકમનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે સમયાંતરે આવા પ્લોટસની જાહેર હરરાજી તથા સરકારના તાબા હેઠળની કંપનીઓને જમીનો વેચાણ કરી આવકનો સ્ત્રોત ઉભો કરવામાં આવે છે જે અન્વયે મનપાને અંદાજિત રૂા. 6,11,00,000ની આવક થશે ઉપરાંત રાજકોટ શહેરમાં જાહેરહિતમાં લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ, જી.પી.એમ.સી. એક્ટની કલમ 210 અને 212 અન્વયે જાહેર કરવામાં આવેલ તેવા કિસ્સામાં વૈકલ્પિક વળતર તરીકે ટીડીઆરનો સમાવેશ કરવામાં આવનાર છે. જે અંતર્ગત હવે કોઈપણ વ્યક્તિ ટીડીઆર વહેંચી શકશે. લાઈન દોરીના અસરગ્રસ્તને ભવિષ્યમાં બિલ્ડિંગ પ્લાન રજૂ કરે ત્યારે કપાત થતી જમીનને બિલ્ટ અપ, એફએસઆઈ માર્જિન અને પાર્કિંગના લાભો આપવામાં આવે છે. આમ એક જમીન પરથી વિકાસના હકો બીજી જમીન પર તબદીલ- વેપાર, વેચાણ કરવાની મંજૂરી અપાશે. આવા હક્કો રાજકોટ મનપા દ્વારા સમય મર્યાદા તેમજ રકમ દર્શાવતા પ્રમાણપત્ર રૂએ બાંધકામના પેટા નિયમો મુજબ વેચાણ કરી શકશે તથા રાજકોટ મનપા વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર કટારીયા ચોક સર્કલ જનભાગીદારી (પી.પી.પી.)ના ધોરણે સર્કલ ડેવલપ કરી, પાંચ વર્ષ માટે નિભાવ, મરામત કરવાના કામ અંગેની દરખાસ્ત મંજૂર કરાશે.
- Advertisement -
આ રોડને ડેવલપ કરવા માટે મનપાએ ટેન્ડર બહાર પાડ્યું હતું જેમાં પહેલાં સિલ્વર ક્ધઝ્યુમર અને રૂબી ક્ધસલ્ટન્ટ કંપની પાસેથી ભાવ મંગાવાયો હતો જેમાં બંને વચ્ચે ફકત એક રૂપિયાનો ફરક આવતાં ફરી બંધ કવરમાં ભાવ મંગાવ્યો હતો. જેમાં સિલ્વર ક્ધઝ્યુમરનો 17.55 લાખ ભાવ નીકળતાં આ કોન્ટ્રાક્ટ સિલ્વર કંપનીને ફાળવવામાં આવ્યો છે.