જૂનાગઢના 100 વરિષ્ઠ લોકોએ પ્રતિજ્ઞા લીધી
હિતરક્ષક સમિતિના વરિષ્ઠ લોકોની બેઠક યોજાઇ: શહેરના વિવિધ પ્રશ્ર્નો મુદ્દે બેઠકમાં ચર્ચા
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢમાં સુર્ય મોડો ઉગે છે અને એટલે લોકો મોડા ઉઠે છે મતબલ કે લોકો પોતાના પ્રશ્ર્નો અંગે પણ એટલા જાગૃત થઇ ઘરમાંથી બહાર નિકળતા નથી. આપણે લોકોને જગાડવા પડશે. જૂનાગઢ મ્યુ.ના અંધેરી વહિવટ તંત્ર સામે લોકોને જાગૃત કરવા પડશે. આ માટે લોકોની વચ્ચે જઇ સતત બધાને સ્થિતિથી વાકેફ કરી લોકજાગૃતિનો જુવાળ ઉભો કરવો પડશે.
આ માટે લોકોની વચ્ચે જઇ સતત બાધને સ્થિતિથી વાકેફ કરી લોકજાગૃતિનો જુવાળ ઉભો કરવો પડશે. આવા શબ્દો સાથે જૂનાગઢ હિતરક્ષક સમિતિની બેઠક મળી હતી. જે બેઠકમાં અંતે આપણે બધા જૂનાગઢને પ્રેમ કરનારા લોકો છીએ, બદસુરત થતા જૂનાગઢને ફરીથી સુંદર બનાવવા અમો તન-મન-ધનથી કાર્યરત થઇ જશુ. આપણા જૂનાગઢને સ્વચ્છ, સુઘડ અને સુંદર બનાવીને જ જંપીશું.
જૂનાગઢની ઇન્દ્રલોક હોટલ ખાતે શહેરના અગ્રણી તબીબો, ધારાશાસ્ત્રીઓ, વેપારીઓ અને સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓની એક બેઠક જૂનાગઢ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ મળી હતી. જેમાં સંસ્થાના ક્ધવીનર વરિષ્ઠ ધારાશાસ્ત્રી કિરીટ સંઘવીએ આ બેઠકનો હેતુ સમજાવતા જણાવ્યુ હતુ કે, આ કોઇ રાજકીય હેતુ માટેની બેઠક નથી, આપણે જૂનાગઢની પ્રજાના પ્રશ્ર્નોની ચર્ચા અને ઉકેલ શોધવા ચિંતન કરવા સાથે મળ્યા છીએ. છેલ્લા એકાદ દશકાથી આ શહેરની દશા ખુબ ખરાબ થતી આવી છે. કોઇ કોઇનું સાંભળનાર નથી એટલે પ્રજાના પ્રશ્ર્નો હલ કરવા આ જાહેર મંચ દ્વારા શાસનના કાન આમળવા કાંઇક કરવામાં આવે તે આપણો સૌનો હેતુ છે.
આ તકે વરિષ્ઠ મહિલા ધારાશાસ્ત્રી હેમાબેન શુકલએ બેઠકમાં હાજર સૌ વરિષ્ઠ લોકો તથા શહેરીજનોને અપિલ કરી હતી કે સૌ પોત પોતાના મંતવ્યો, પ્રશ્ર્નો અને ઉકેલ સમિતિને મોકલે તેમજઆવી બેઠકોમાં મૂલ્યાંકન અને ઉકેલ માટે સતત ચર્ચા થાય તેવુ સુચન કરી રેઢીયાળ તંત્ર માટે સતત ઝુંબેશ ચલાવવા આરટીઆઇથી માહિતી માંગવા તથા કાનૂની સેવા આપવા સાથે પોતાની ઓફીસ આ કામગીરી માટે ઉપયોગમાં લેવાય તો તેઓ આપવા તૈયાર છે તેમ જણાવ્યુ હતુ. વરિષ્ઠ આગેવાન અમૃત દેશાઇએ જૂનાગઢમાં પણ ગુલામીની દશામાં જીવતુ હોય તેવુ કહેતા મને ખુબ દુ:ખ થાય છે તેમ જણાવી વધુમાં ઉમેર્યુ હતુ કે, મ્યુ.કોર્પોરેશન થયા પછી ર0 વર્ષમાં લોકોએ કાંઇ મેળવ્યાને બદલે ખુબ ગુમાવ્યુ છે. આ તકે બોલતા અતુલ શેખડાએ એવી ચોંકાવનારી માહિતી આપી હતી કે, મ્યુ.કોર્પોરેશન થયા પછી આ શહેરને વિકાસ માટે રૂા.7700 કરોડથી પણ વધુ રકમ મળી છે અને વિકાસ થયો છે એ આપણે સૌ જાણીએ છીએ.
એકડવોકેટ અશ્ર્વિન મણીયારે જૂનાગઢમાં પ્રચંડ જળ હોનારતના કારણો જણાવી તેમણે આ બાબતે આરટીઆઇથી માહિતી માંગી છે અને આ માટે લોકોએ પ્રશ્ર્નના મુળ સુધી પહોંચવા સતત લડત ચલાવી પડશે. તેમ જણાવ્યુ હતુ. વરિષ્ઠ આગેવાનો કાળુભાઇ સુખવાણી, સમીર જાની, સંજય પુરોહિત, હિતેષ સંઘવી, લલીત દોશી, હર્ષદ મંકોડી, અમુદાન ગઢવી, મનસુખભાઇ પટોળીયા, વનરાજ પટેલ, ડો.બકુલ બુચ, જે.કે.ઠેસીયા, હિનાબેન વિરડા વિગેરે જૂનાગઢ શાસકોએ પ્રજાની ખરાબ થતી જતી હાલત તફ દુર્લક્ષ સેવ્યુ છે અને તેને માટે મ્યુ.ના શાસકો અને કોર્પોરેટરો જવાબદાર છે.
આ માટે સૌએ કાર્યરત થઇ પ્રજાને જગાડી પ્રશ્ર્નો માટેનો એક મંચ ઉભો તો કરવોડ જ પડશે તેવુ એક અવાજે જણાવ્યુ હતુ. આ બેઠકને અંતે આભારવિધિ પ્રો.પી.બી.ઉનડકટે કરી તે પહેલા હાજર સૌ વરિષ્ઠ લોકોએ ઉભા થઇ જુનાગઢને અમો કયારેય બદસુરત થવા નહી દઇએ..અમે બધા જૂનાગઢને પ્રેમ કરનારા લોકો છીએ. આ શહેર માટે અમો સતત કાર્યરત રહેશુ એવી દ્રઢ પ્રતિજ્ઞા લીધી હતી. જયારે આ બેઠકમાં મ્યુ.કોર્પોરેશન, વન વિભાગ અને રેલવે આ ત્રણ ખાતાને જૂનાગઢની પ્રજા માટે અનિષ્ઠ ફેલાવતા મતલબ કે વિકાસ રોકતા રાક્ષસો ગણાવી વરિષ્ઠ અગ્રણી ભાવેશ વેકરીયાએ જણાવ્યુ હતુ કે, આ વિકાસને અવરોધતા રાક્ષસોને નાથવા આપણે સૌએ સાથે મળીને કામ તો કરવું જ પડશે પરંતુ પ્રજાએ પણ ઘરમાંથી બહાર નિકળી જાગવુ પડશે.