ભાજપના નેતા ભાનુ પ્રકાશ રેડ્ડીએ YSRCPના ઘણા નેતાઓ અને અધિકારીઓ પર જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળના શાસન દરમિયાન તિરુપતિ મંદિરના દાન પેટીમાંથી રૂ. 100 કરોડની ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે.
દેશનાં સૌથી અમીર તિરુપતિ બાલાજી મંદિરમાં અત્યાર સુધીની સૌથી મોટી દાનપેટી લૂટનો આરોપનો કેસ સામે આવ્યો છે. બીજેપી નેતા અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાન (TTD) બોર્ડના મેમ્બર ભાનુ પ્રકાશ રેડ્ડીએ CCTV ફુટેઝ જારી કરી સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, વાઈએસ જગન મોહન રેડ્ડીના નેતૃત્વવાળી YSRCP સરકારમાં તિરુપતિ મંદિરની દાનપેટીમાંથી 100 કરોડથી વધુ રકમની ચોરી થઈ છે.
- Advertisement -
CCTV ફૂટેજ પણ બહાર આવ્યા
આ ઉપરાંત આ આરોપ આંધ્ર પ્રદેશના માહિતી ટેકનોલોજી (IT) મંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના નેતા નારા લોકેશે X પર એક લાંબી પોસ્ટ કરીને આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે “2019-24 વચ્ચે થયેલા પાપો” ની સંપૂર્ણ તસવીર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. નારા લોકેશે તેમના દાવાને સમર્થન આપવા માટે CCTV ફૂટેજ પણ બહાર પાડ્યા છે.
ઇતિહાસમાં સૌથી મોટી લૂંટ
- Advertisement -
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)તિરુપતિ મંદિરનું સંચાલન કરે છે. TTD અને BJP સંયુક્ત રીતે આંધ્ર પ્રદેશ સરકાર ચલાવે છે. બંને નેતાઓએ દાવો કર્યો હતો કે 2019 થી 2024 સુધી ચાલેલું YSRCP શાસન TTD ઇતિહાસમાં સૌથી મોટી લૂંટ હતી.
‘તેમણે તિરુમાલાના ભગવાન વેંકટેશ્વરની મિલકતને પણ ન બક્ષી’
આઇટી મંત્રી નારા લોકેશે X પર એક લાંબી પોસ્ટ પોસ્ટ કરી, જેમાં આરોપ લગાવ્યો કે અરાજકતા એ YSRCP શાસનની ઓળખ છે. રાજ્ય માફિયા ડોન, ચોર અને અન્ય અસામાજિક તત્વો માટે સલામત આશ્રયસ્થાન બની ગયું હતું. તેમણે આગળ લખ્યું છે કે, ‘તેમણે (YSRCP સરકારે) માત્ર ખાણો, જમીન અને જંગલો જેવા કુદરતી સંસાધનોને લૂંટ્યા જ નહીં, પરંતુ લોકોને પણ લૂંટ્યા છે. તેમણે તિરુમાલાના ભગવાન વેંકટેશ્વરની મિલકતને પણ બક્ષી નથી, દેખીતી રીતે તેમને તત્કાલીન મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી અને તત્કાલીન TTD ચેરમેન ભૂમાના કરુણાકર રેડ્ડીનો સમર્થન મળ્યું હતું.’
‘મંદિરમાંથી ચોરી કરેલા પૈસાનું રિયલ એસ્ટેટમાં રોકાણ’
ટીડીપી નેતા નારા લોકેશે આગળ લખ્યું છે કે, ‘મંદિરમાંથી ચોરી કરેલા પૈસાને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ પોતે જ સંકેત આપ્યો હતો કે પૂર્વ મુખ્યમંત્રી અને અન્ય લોકો ષડયંત્રનો ભાગ હતા અને તેમને તેમનો હિસ્સો મળ્યો હતો. તત્કાલીન ટીટીડી ચેરમેન ભૂમાના કરુણાકર રેડ્ડીએ આ સમગ્ર મામલામાં મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું.’
₹100 કરોડના કૌભાંડની સંપૂર્ણ વિગતો જાહેર થશે
નારા લોકેશે એમ પણ જણાવ્યું હતું કે, ‘ચોરીની ઘટના પ્રકાશમાં આવ્યા પછી કરુણાકર રેડ્ડી અને તેમના માણસોએ લોક અદાલત દ્વારા મામલો ઉકેલવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો નહીં. એક અધિકારી ટૂંક સમયમાં પસ્તાવો કરશે અને ₹100 કરોડના કૌભાંડની સંપૂર્ણ વિગતો જાહેર કરશે.’
નારા લોકેશના મતે પરિસ્થિતિને વધુ ખરાબ કરનારી બાબત એ હતી કે, વિશ્વભરના ભક્તો દ્વારા પવિત્ર ગણાતા તિરુમાલા લાડુમાં ‘ભેળસેળ’ કરવામાં આવી હતી. જગન મોહન રેડ્ડી અને તેમના પક્ષના નેતાઓએ ચંદ્રબાબુ નાયડુ (તત્કાલીન વિપક્ષના નેતા) ની સલાહ પણ સાંભળી ન હતી. ચંદ્રબાબુએ ત્યારે તેમને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ના કામકાજમાં દખલ ન કરવાની સલાહ આપી હતી.