ટુવ્હીલર માટે નોંધણીનો દર 1 હજારથી બમણો કરી 2 હજાર કરાયો
ફિટનેસ ટેસ્ટમાં પાસ થયેલાં વાહનો જ ફરીથી નવું રજિસ્ટ્રેશન કરાવી શકશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
20 વર્ષથી જૂની કાર, ઈમ્પોર્ટેડ કાર, રિક્ષા ટુવ્હીલર સહિતના વાહનોના રજિસ્ટ્રેશન ફીમાં વધારો કરવામાં આવ્યો છે. કારના રજિસ્ટ્રેશન માટે પહેલા 5 હજાર હજાર તેમજ ટુવ્હીલર માટેનો દર 1 હજારથી બમણો કરી 2 હજાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં 20 વર્ષથી જૂના 1 લાખથી વધુ વાહનો છે. વાહન વ્યવહાર વિભાગે 20 વર્ષ જૂના વાહનોની રજિસ્ટ્રેશન ફી બમણી કરી છે. હાલમાં અમદાવાદમાં 32558 કાર, 67142 ટુ-વ્હીલર, 2 હજારથી વધુ કોર્મશિયલ વાહનો છે. જે વાહનોએ નવું રજિસ્ટ્રેશન કરાવવું હોય તો સૌથી પહેલા ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર ખાતેથી ફીટનેસ ટેસ્ટ કરાવ્યા બાદ તેઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જે વાહન ફિટનેસ ટેસ્ટમાં પાસ નહીં થાય તો સ્ક્રેપમાં મોકલાશે. સ્વૈચ્છાએ વાહન સ્ક્રેપ કરાવવા માગતા વાહનચાલકોએ આરટીઓ કચેરી ખાતે નોંધણી કરાવવાની રહેશે.
થ્રી વ્હિલર માટે રૂ.5 હજાર
વાહન જૂનો ભાવ નવો ભાવ
ટુ-વ્હીલર 1 હજાર 2 હજાર
કાર-જીપ 5 હજાર 10 હજાર
થ્રી વ્હિલર 2500 5 હજાર
અન્ય 6 હજાર 12 હજાર