જયપુરના મૃદુલ અગ્રવાલે JEE એડવાન્સ્ડમાં સૌથી વધુ માર્ક્સ મેળવીને ઓલ ઇન્ડિયામાં ટોપ કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગપુરે JEE એડવાન્સ્ડ 2021નું પરિણામ આજે 15 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તે ઉમેદવાર પોતાનુ પરિણામ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર તેમના પરિણામો ચકાસી શકે છે.
JEE એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ટોપ 100માં ગુજરાતના 10 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ગુજરાતમાં નમન સોનીએ છઠ્ઠો રેન્ક મેળવ્યો છે, જ્યારે અનંત કિડામબીએ 13મો, પરમ શાહે 52મો રેન્ક, લિસને કડીવારે 57મો અને પાર્થ પટેલે 72મો રેન્ક મેળવ્યો છે. ઓલ ઓવર ઇન્ડિયા ટોપ 100માં ગુજરાતના 10 જેટલા વિધાર્થીઓએ મેદાન મારતા તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ છે.
- Advertisement -
જયપુરના મૃદુલ અગ્રવાલે JEE એડવાન્સ્ડમાં સૌથી વધુ માર્ક્સ મેળવીને ઓલ ઇન્ડિયામાં ટોપ કર્યું છે. મૃદુલ અગ્રવાલે 360માંથી 348 સ્કોર કર્યા છે, જે JEE- Advancedના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ છે.