દારૂ કટીંગના દરોડામાં પોલીસ કર્મચારીઓની દ્વારકા બદલી કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યાં જ્યાં ગાંધીનગર એસ.એમ.સી દરોડા કરે છે તે બાદ સ્થાનિક પોલીસ કર્મચારીઓની બદલી થાય છે ત્યારે ફરી એક વખત સાયલા ખાતે દારૂ કટીંગ સમયે એસ.એમ.સીની ટીમ ત્રાટકી હતી જે અંગે અંતે સાયલા પોલીસ મથકના પીએસઆઈ સહિત કુલ દશ પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર સાયલા તાલુકાના ઢાંકણીયા ગામે ગત અઠવાડિયે વિદેશી દારૂના
કટીંગ સમયે ગાંધીનગર એસ.એમ.સી ત્રાટકી હતી જે બાદ મોટાપાયે જિલ્લા બદલી કરાઈ છે જેમાં સાયલા પોલીસ મથકના મહિલા પીએસઆઈ એમ.કે.પરમાર, લક્ષ્મણસિંહ ઝાલા, મુકેશ મનજીભાઈ પરમાર, રમેશભાઈ મગનભાઈ શેખ, રણજીતભાઇ બકુભાઇ જળું, શેખાભાઈ અંબારામભાઈ રોજિયા, નરેન્દ્રસિંહ સજુભા પરમાર, મજબૂતસીહ બળદેવસિંહ રાણા, કુલદીપસિંહ બળવંતસિંહ રાઠોડ, નિલેશ સોમાભાઈ ચાવડા સહિતના પોલીસ કર્મચારીઓની બદલી દ્વારકા કરી દેવાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે.



