રોકડ, બાઈક તથા મોબાઇલ સહિત કુલ 1.59 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
મૂળી તાલુકાના ટીકર ગામની સીમમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને મળતા એલ.સી.બી પીઆઇ જે.જે.જાડેજા, પી એસ આઈ એન.એ.રાયમા, પ્રવીણભાઈ કોલા, વિજયભાઈ સહિતના સ્ટાફ દ્વારા દિગસર ગામ જવાના રસ્તે ટીકર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ઈસમો પર દરોડો કરી કુલ દશ ઇસમોને ઝડપી લીધા હતા.
- Advertisement -
જે દરોડામાં ગોવિંદ દાનાભાઈ પરમાર, કનકસિંહ સવુભા વાઘેલા, અજયસિંહ પ્રવીનસિહ વાઘેલા, કમાભાઇ ઉકાભાઇ મરિયા, સોમાભાઈ ઘુઘાભાઈ, સુખદેવ અમરસિંહ ચૌહાણ, સંજયસિંહ સુખદેવસિંહ વાઘેલા, નરશી વિરજીભાઈ ગેલાણી, ભરત રામજીભાઈ ઉદેસા, સુરેશ લાલજીભાઈ ઉદેશા સહિતનાઓને ઝડપી રોકડ 99,000/- રૂપિયા, 7 નંગ મોબાઇલ તથા બે બાઇક સહિત કુલ 1,59,500/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.