ગિરનાર લીલી પરિક્રમા કારતક સુદ પૂનમ અંતિમ દિવસે પૂર્ણ
8 લાખ યાત્રિકોએ નળ પાણીની ઘોડી વટાવી બોરદેવીના અંતિમ પડાવ તરફ
પરિક્રમા પૂર્ણ કરનાર ભાવિકોએ સોમનાથ, સતાધાર, પરબધામ સાથે વતન તરફ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ ગરવા ગિરનારમાં યોજાતી આદિ અનાદિ કાળથી યોજાતી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે એક દિવસ અગાઉ શરુ થઇ ગઈ હતી જયારે ચાર દિવસમાં 10 લાખ પરિક્રમાર્થીઓ જોડાયા હોવાનો અંદાજ જોવા મળી રહ્યો છે જેમાં ગત સાંજ સુધીમાં નળપાણી ઘોડી પસાર કરનાર ભાવિકોની સંખ્યા 7 જેટ્લી હતી જયારે આજે સાંજ સુધીમાં 8 લાખથી વધુ ભાવિકો નળપાણી ઘોડી પસાર કરીને પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી તરફ પ્રયાણ કર્યું છે.જેમાં આજ સાંજ સુધીમાં 6 લાખથી વધુ ભાવિકો પરિક્રમા પૂર્ણ કરી લેવાનો એક અંદાજ લગાવામાં આવી રહ્યો છે. ગિરનારની લીલી પરિક્રમા આવતીકાલ એટલે કે કારતક સુદ પૂનમના દિવસે પૂર્ણ થાય છે.ત્યારે 10 લાખ પરિક્રમાર્થીઓ પરિક્રમા કરવા ઉમટી પડ્યા હતા જેમાં ઘણા ભાવિકો ભવનાથ તળેટી તેમજ જીણાબાવા મઢી અને માળવેલા સુધી પરિક્રમા અધૂરી મૂકીને પરત ફર્યા હતા જયારે હાલ જીણાબાવા મઢીનો પેહલા પડાવે લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે અને આજે સાંજ સુધીમાં લગભગ યાત્રિકો બોરદેવીના અંતિમ પડાવ તરફ માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે બીજી તરફ બોરદેવીથી પરિક્રમાર્થીઓ પરિક્રમા પૂર્ણ કરીને ભવનાથ તરફ ખુબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
અને ત્યાંથી અન્ય ધર્મસ્થાનોના દર્શન કરીને વતન તરફ જવા રવાના થયા છે. ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરનાર પરિક્રમાર્થીઓએ ખુબ મોટી સંખ્યામાં ગિરનાર પર્વત પર બિરાજમાન દેવ સ્થાનો દર્શન કરી પોતાની યાત્રા શરુ રાખી હતી અને આગળ ઉપલા દાતાર બાપુના દર્શન સાથે ભાવિકો આપાગીગા બાપુની જગ્યા સતાધાર ધામ સાથે ભેસાણ પરબધામની જગ્યા અને સોમનાથમાં ચાલી રહેલ કાર્તિકી પૂર્ણિમા મેળા સાથે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને સોરઠ પંથકના અનેક દેવ સ્થાનોની મુલાકાત કરીને ભાવિકો પોતાના વતન તરફ રવાના થયા છે.ભાવિકોને જે વાહન મળે તેમાં વતન તરફ ખુબ મોટી સંખ્યામાં રવાના થયા છે.જયારે 10 લાખ ભાવિકો પરિક્રમા ઊમટી પડતા એસટી વિભાગ અને રેલવે સાથે ખાનગી ટ્રાવેલ્સ અને વાહનોએ ખુબ મોટા પ્રમાણમાં કમાણી જોવા મળે છે.
જૂનાગઢ પોલીસ દ્વારા પરિક્રમામાં માનવતાની મહેક સાથે કાયદાનું અમલીકરણ
- Advertisement -
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયાની સૂચના અનુસાર જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ અને અન્ય જિલ્લાની પોલીસ દ્વારા જયારે પરિક્રમામાં 10 લાખ જેટલા ભાવિકો પધારતા હોઈ ત્યારે પોલીસે માનવતાની સાથે કાયદાનું ચુસ્ત અમલી કરણ જોવા મળી રહ્યું છે.અનેક બાળકો અને વયોવૃદ્ધ લોકો વિખુટા પાડવાની સાથે આરોગ્ય લક્ષી બાબતે પોલીસે ખડેપગે રહીને સેવા સાથે ફરજ નિભાવી છે.જેમાં મોબાઈલ, પાકીટ ચોરી સહીત મિલકત સંબંધી ગુના આચરનાર તત્વો સામે અટકાયતી પગલા અને ધોરણસર કાર્યવાહી કરી છે.જેમાં છેલ્લા ત્રણ દિવાસમાં 46 બાળકોને પરિવાર સાથે મિલક કરાવ્યુ તેમજ 92 જેટલી મહિલાઓને પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો તેમજ 63 જેટલા વયો વૃઘ્ધ લોકોને તેમના પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. તેમજ 162 ઇસમો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા અને 1467 શંકાસ્પદ ઇસમોને ચેક કરવામાં આવ્યા છે. તેની સાથે પરિક્રમામાં પ્રોહિબીશન પ્રવૃતિ કરનાર 74 ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ દારૂના 12 કેસ કરવામાં આવેલ તથા 215 વાહનો ટોઇંગ કર્યા હતા. આમ પરિક્રમા સંદર્ભે તમામ ટીમો દ્વારા સતત ખડેપગે રહીને પોલીસની કામગીરી જોવા મળી હતી.