રાજકોટમાં સતત ત્રણ દિવસથી અકસ્માતોની હારમાળા સર્જતા સીટી બસના ડ્રાઇવરો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બનાવોની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે તેમાં પણ જાણે મોકળું મેદાન આપી દીધું હોય તેમ સીટી બસના ડ્રાયવરો બેફામ બસ હંકારી લોકોની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે.
- Advertisement -
મોતના માંચડા સમાન દોડતી સીટી બસના ચાલકે ત્રણ દિવસમાં ત્રણ વ્યક્તિને ઠોકરે લીધા છે જેમાં માધાપર ચોકડી પાસે વૃદ્ધને, કોઠારિયા ચોકડી પાસે વેપારીની કારને અને આજે સવારે બજરંગવાડી સર્કલ પાસે એકટીવા લઈને જતી મહિલાને ઠોકર માર્યાના બનાવો નોંધાયા છે સવારે મહિલાને ઠોકરે ચડાવતા દસ ફૂટ જેટલી મહિલા ઢસડાઈ હતી તેણીને ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયા હતા આ બેકાબુ ડ્રાયવરો પણ કોઈપણ ભોગે અંકુશ લેવો જરૂરી બની ગયું છે.
શહેરના બજરંગવાડીમાં આવેલ શાંતિનિકેતન પાર્કમાં રહેતા ખુશ્બુબેન પ્રણવભાઈ ભટ્ટ નામના 28 વર્ષીય મહિલા સવારે પોતાનું એકટીવા લઈને કામ સબબ જતા હતા દરમિયાન બજરંગવાડી સર્કલ પાસે પહોચ્યા ત્યારે 54 નંબરની સીટી બસ પુરપાટ ઝડપે ધસી આવી હતી અને ખુશ્બુબેનના એકટીવાને જોરદાર ટક્કર મારતા મહિલાનું એકટીવા સીટી બસ નીચે ફ્સાઈ ગયું હતું.
જયારે ઠોકર લાગતા પોતે દસ ફૂટ સુધી ઢસડાયા હતા અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે ત્રણ દિવસમાં અકસ્માતને અંજામ આપનાર સીટી બસના ડ્રાયવરો પર અંકુશ મેળવવો જરૂરી છે.