અત્યાર સુધીનું સૌથી મોટું ક્ધસાઈનમેન્ટ
ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હી એરપોર્ટ પરથી વિદેશી નોટોનું અત્યાર સુધીનું સૌથી મોટું ક્ધસાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે. એરપોર્ટ પરથી 10 કરોડથી વધુની વિદેશી નોટો જપ્ત કરવામાં આવી છે. મળેલા અહેવાલો મુજબ નોટોનું આ ક્ધસાઈનમેન્ટ ગઈકાલે ટર્મિનલ 3 પર કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. વિદેશી નોટો સાથે ત્રણ તાજિકિસ્તાનના નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય ઈસ્તાંબુલ જઈ રહ્યા હતા.
- Advertisement -
દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પર ત્રણ તાજિકિસ્તાનના નાગરિકોની બેગની તપાસ કરવામાં આવી ત્યારે તેમની પાસે 7,20,000 અમેરિકન ડોલર અને 4,66,200 યુરો મળી આવ્યા હતા. આ નોટો ભારતીય રૂપિયામાં 10 કરોડ રૂપિયાની બરાબર છે. કસ્ટમ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક સગીર છે. તેમણે જણાવ્યું કે સામાનમાં રાખેલા બુટની અંદર વિદેશી નોટો છુપાવવામાં આવી હતી.