4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 21 સાંસદોને ટિકિટ આપી હતી, જેમાંથી 10 સાંસદોએ તેમના રાજીનામા સુપરત કર્યા
દેશમાં 5 રાજ્યોની વિધાનસભાની ચુંટણીના પરિણામો બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીના પરિણામ બાદ હવે ચૂંટણીમાં જીતેલા ભાજપના સાંસદોએ સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે, આજે એટલે કે બુધવારે આવા 10 સાંસદોએ તેમના રાજીનામા સુપરત કર્યા છે.
- Advertisement -
ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવી છે. જ્યારે તેલંગાણામાં 8 બેઠકો જીતી છે. 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 21 સાંસદોને ટિકિટ આપી હતી. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સાત-સાત સાંસદોએ ચૂંટણી લડી હતી. છત્તીસગઢમાં ચાર અને તેલંગાણામાં ત્રણ સાંસદોને વિધાનસભામાં ટિકિટ આપવામાં આવી હતી.
આ તરફ હવે ભાજપ હાઈકમાન્ડે વિધાનસભા ચૂંટણીમાં જીતેલા સાંસદોને મળ્યા અને સંસદ સભ્યપદ છોડવાનો નિર્ણય કર્યો. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે તમામ સભ્યો રાજીનામું આપવા માટે સ્પીકરને મળવા આવ્યા હતા.
All 10 BJP MPs who won the State Assembly elections resign from their Membership of the Parliament. It was decided after the meeting with JP Nadda and Prime Minister.
- Advertisement -
These MPs are Narendra Singh Tomar, Prahlad Singh Patel, Rakesh Singh, Uday Pratap and Riti Pathak – from…
— ANI (@ANI) December 6, 2023
મોદી કેબિનેટમાં ત્રણ મંત્રીઓ ઘટશે
રાજીનામું આપનારાઓમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ અને નરેન્દ્ર તોમરનો સમાવેશ થાય છે. આ સાથે જ છત્તીસગઢના સાંસદ અને કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહ પણ રાજીનામું આપશે. આ રીતે કેન્દ્રીય કેબિનેટમાં ત્રણ મંત્રીઓ ઘટશે. આ સિવાય રાજસ્થાનના સાંસદ બાબા બાલકનાથ પણ રાજીનામું આપશે. રાજીનામું આપનારા સાંસદોની સંખ્યા 12 હોવાનું કહેવાય છે.
All BJP MPs, who contested and won the State Assembly Elections have resigned. As of now, a total of 10 MPs have resigned. Two other MPs Baba Balaknath & Renuka Singh did not come today.
BJP President J.P. Nadda led the delegation of these MPs during the meeting with the PM, Lok…
— ANI (@ANI) December 6, 2023
ભાજપે કોને અને ક્યાંથી ટિકિટ આપી?
મધ્યપ્રદેશઃ નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ, ફગ્ગન સિંહ કુલસ્તે, રાકેશ સિંહ, રાવ ઉદય પ્રતાપ સિંહ, રીતિ પાઠક, ગણેશ સિંહને ટિકિટ આપવામાં આવી.
રાજસ્થાનઃ બાબા બાલકનાથ, ભગીરથ ચૌધરી, કિરોરી લાલ મીના, દિયા કુમારી, નરેન્દ્ર ખીચડ, રાજ્યવર્ધન રાઠોડ, દેવજી પટેલને ટિકિટ આપવામાં આવી હતી.
છત્તીસગઢઃ ભાજપે વિધાનસભા ચૂંટણીમાં સાંસદ વિજય બઘેલ, ગોમતી સાઈ, રેણુકા સિંહ, અરુણ સાઓને મેદાનમાં ઉતાર્યા હતા.
તેલંગાણાઃ બંદી સંજય કુમાર, ધર્મપુરી અરવિંદ અને સોયમ બાબુને ટિકિટ આપવામાં આવી.