શહેરના 1થી 15 વોર્ડમાં તમામ બસ સ્ટોપ, ટેક્ષી સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ પર સફાઈ અભિયાન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
- Advertisement -
જૂનાગઢ શહેરના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ શહેરના 1 થી 15 વોર્ડ માં આવતા તમામ બસ સ્ટોપ, ટેક્ષી સ્ટેન્ડ તેમજ રીક્ષા સ્ટેન્ડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનર ઓમ પ્રકાશ અને નાયબ કમિશનર ઝાપડાના માર્ગદર્શન અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટની સૂચના અનુસાર જૂનાગઢ મહા નગરપાલિકા દ્વારા તા:01/06/2024 થી તા:15/06/2024 સુધી “નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત જૂનાગઢ શહેરમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ હોય તે મુજબ શહેરના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ શહેરના 1 થી 15 વોર્ડમાં આવતા તમામ બસ સ્ટોપ, ટેક્ષી સ્ટેન્ડ તેમજ રીક્ષા સ્ટેન્ડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાનમાં સેનેટરી ઇન્સપેકટર અને સુપર વાઈઝર તેમજ 110 જેટલા સફાઈ કામદાર 1 ટ્રેકટર અને એક જેસીબીની મદદથી સફાઈ કરવામાં આવી અને કચરો આશરે 2.5 ટન અને સી એન્ડ ડી વેસ્ટ 1 ટન જેટલો નિકાલ કરવામાં આવ્યો.